આગામી દિવસોમાં ચારે પર્વની એક સાથે ઉજવણી કરવામાં આવનાર છે. સુરત શહેરની સલાબતપુરા પોલીસે તહેવારો અને બે જયંતિની ઉજવણી શાંતિ અને કોમી એખલાસના માહોલમાં
આગામી દિવસોમાં ચારે પર્વની એક સાથે ઉજવણી કરવામાં આવનાર છે. સુરત શહેરની સલાબતપુરા પોલીસે તહેવારો અને બે જયંતિની ઉજવણી શાંતિ અને કોમી એખલાસના માહોલમાં સપન્ન થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેના માટે શાંતિ સમિતિની મિટીંગ યોજી હતી.
સલાબતપુરા પોલીસ સ્ટેશનનાં પીઆઈ બીઆર રબારી વડપણ હેઠળ રમઝાન ઈદ, રામનવમી, ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ, મહાવીર જયંતિની ઉજવણીનીં ભાગરુપે સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટીંગ રાખવામાં આવી હતી. આ મિટીંગમાં સર્વ ધર્મના આગેવાનો હાજર રહ્યા હતા.
સલાબતપુરા પીઆઈ બીઆર રબારીએ તહેવારોની સિઝનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમી એખલાસ અને ભાઈચારાના માહોલમાં તમામ તહેવારો અને પર્વોની ઉજવણી થાય તેના માટે આગેવાનો અને કાર્યકરો તથા સ્વંયસેવકોને અપીલ કરી હતી.પીઆઈ બીઆર રબારીનાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પ્રયાસોની સરાહના કરવામાં આવી હતી.
સલાબતપુરા પોલીસસ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ભાવેશ રબારી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેકટર શીતલ.એ.શાહનાં અધ્યક્ષથાને પોલીસ શાંતિ સમિતિની મિટિંગ મળી હતી. શાંતિ સમિતિ સભ્યો પ્રવીણ ચાંગાવાળા, રમેશ ગોટાવાળા, અસદ કલ્યાણી, લાલખાન પઠાણ, સોહેલ હાંસોટી, શાકિર શેખ (મસ્તાન), ઈરફાનખાન(અકબરશહીદ ટેકરા), ઇમ્તિયાઝભાઈ, સાદીક્ભાઇ શેખ સહિત શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
COMMENTS