સુરતની એલિમેન્ટ્સ હોટલના હેતુફેર સાથે થયેલા બાંધકામને છાવરી રહેલા સેન્ટ્રલ ઝોનનાં ગાજાવાલા અને સવાણી સામે વિજિલન્સ તપાસની માંગ

HomeGujarat

સુરતની એલિમેન્ટ્સ હોટલના હેતુફેર સાથે થયેલા બાંધકામને છાવરી રહેલા સેન્ટ્રલ ઝોનનાં ગાજાવાલા અને સવાણી સામે વિજિલન્સ તપાસની માંગ

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં હેતુફેર સાથેના બાંધકામને લઈ મોટા પાયા પર હોબાળો મચી ગયો છે. સેન્ટ્રલ ઝોનનાં કાર્યપાલક ઈજનરે અને આસિસ્ટન્ટ ઈજનેરના

તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટે આપી રાહત, ગુજરાત હાઈકોર્ટના સરન્ડરના આદેશ પર એક સપ્તાહ માટે રોક
ગુજરાતમાં ફરી એકવાર લમ્પી વાયરસની એન્ટ્રી, સુરતના માંગરોળમાં લમ્પીથી પંદર પશુના મોત
જુનાગઢમાં વાદળ ફાટ્યું, અનરાધાર 16 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરક

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં હેતુફેર સાથેના બાંધકામને લઈ મોટા પાયા પર હોબાળો મચી ગયો છે. સેન્ટ્રલ ઝોનનાં કાર્યપાલક ઈજનરે અને આસિસ્ટન્ટ ઈજનેરના મેળાપીપણામાં હોટલ એલિમેન્ટ્સનું બાંધકામ હેતુફેર કરી કરવામાં આવ્યું હોવાના પુરાવા સાથે સુરતના જાગૃત નાગરિકે વિજિલન્સ તપાસ માંગી છે પરંતુ વિજિલન્સ અધિકારી દ્વારા પણ તપાસના નામે નર્યું ઘુપ્પલ ચલાવવામાં આવી રહ્યું હોવાથી હવે ગાંધીનગર ખાતેથી ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરવાના ચક્રો ગતિમાન થયા છે.

અરજદારે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સેન્ટ્રલ ઝોન રેલ્વે સ્ટેશનની સામે અમિષા હોટેલની ગલીમાં કીંગ હોટલની બાજુમાં વોર્ડ નં:6/121/1/એ૫-6,થી 59 વાળી જમીન પર માલિક, કબજેદાર, ઓર્ગેનાઈઝર, બિલ્ડર દ્વારા સુરત મહાનગરપાલિકામાંથી મંજુર કરાવેલા પ્લાન વિરૂદ્ધ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ એલિમેન્ટ્સ હોટલના ગેરકાયદેસર બાંધકામ બાબતે સુરત મહાનગર પાલિકાની તરફથી નોટિસો પણ ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ ડીમોલિશન પણ કરવામાં આવ્યું હતુ તેમ છતા ફરીથી કોઈ અધિકારી સાથે સેટિંગ કરી ગેરકાયદેસર હાલ બાંધકામ પુરું કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

હોટલ એલિમેન્ટ્સનાં માલિક, કબજેદાર, ઓર્ગેનાઈઝર, બિલ્ડર દ્વારા જે ગેરકાયદેસર બાંઘકામ કરવામાં આવ્યું છે તેમાં કાયદાની જોગવાઈઓને નેવે મુકીને કરવામાં આવ્યું છે જેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

અરજદારે પ્રથમ તારીખ 18-10-2023ના રોજ ફરિયાદ કરી હતી. ત્યારબાદ 1-11-2023ના રોજ ઓનલાઈન ફરિયાદ કરી હતી.આટલી ફરીયાદો હોવા કરી હોવા છતાં સેન્ટ્રલ ઝોનનાં કાર્યપાલક ઈજનેર રાજેશ ગાંજાવાલા અને આસિ.ઈજનેર ચંદ્રેશ સવાણી દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી જેથી પણ સાબિત થાય છે માલિકો, બિલ્ડરો સાથે અધિકારીઓનું મેળાપીપણં અને સાંઠગાંઠ ચાલી રહી છે, જેની તપાસ કરવામાં આવે. અરજદારે પ્રશ્ન પૂછ્યો છે કે શું આ બાંધકામમાં અધિકારીઓ ભ્રષ્ટાચાર આચર્યો હોય તો તેની તળિયાઝાટક તપાસ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.

ફરિયાદીએ ફરિયાદ આપ્યા પછી અનેક વાર રાજેશ ગાંજાવાલા અને ચંદ્રેશ સવાણીને રૂબરૂ મુલાકાત કરી સમગ્ર ફરિયાદ અંગે રજૂઆત કરી તેમ છતાં આ અધિકારીઓ કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી જેથી એક વાત સાબિત થાય છે કે આ અધિકારીઓએ માલિકો અને બિલ્ડરો સાથે ચોક્સ સાંઠગાંઠ રચી ગેરકાયદેસર હેતુફેર કરી વપરાશ કરવા માટે ભ્રષ્ટાચાર આચર્યું હોય તેવુ લાગે છે?

અરજદારે આક્ષેપ કર્યો છે કે સેન્ટ્રલ ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઈજનેર રાજેશ. ડી. ગાંજાવાલા અને ચંદ્રેશ.ડી.સવાણીનાં સીધા આશિર્વાદથી આ ગેરકાયદેસર બાંધકામ કરાયું છે. જેથી આ અધિકારીઓની સામે તાત્કાલિક ખાતાકીય તપાસ કરાવવામાં આવે અને એમના મોબાઈલ તથા વ્હોટસએપ ચેટ થી લઈ કોલ ડિટેલ (CDR) કઠાવવામાં આવે જેથી બાંધકામ અંગે તેમની તમામ હકીકત સામે આવે.

વિજિલન્સ અધિકારી એન.જે.ચૌહાણ હવે આ અંગે સત્વરે કોઈ કાર્યવાહી નહીં કરે તો અરજદાર દ્વારા ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય તપાસ માંગવાની તૈયારી કરવામાં આવી રહી છે. વિજિલન્સ ખાતામાં ફરજ બજાવી રહેલા એન.જે.ચૌહાણની કામગીરી પણ વિવાદાસ્પદ બની રહી છે. પોતાની નોકરીના ચારેક મહિના બાકી છે ત્યારે એન.જે.ચૌહાણ દ્વારા મહાનગરાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્વની ફરિયાદો પ્રત્યે આંખ આડા કાન કરવાનું વલણ દાખવવામાં આવી રહ્યું છે જે સુરતના લોકોના જાન માલની સુરક્ષા માટે મોટા ખતરા સમાન બની ગયું છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1