રાહુલ ગાંધી રેસલર્સની મિટિંગ કુસ્તીબાજો અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રૃજભૂષણ શરણસિંહ વચ્ચે સતત ટક્કર ચાલી રહી
રાહુલ ગાંધી રેસલર્સની મિટિંગ કુસ્તીબાજો અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રૃજભૂષણ શરણસિંહ વચ્ચે સતત ટક્કર ચાલી રહી છે, ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કુસ્તીબાજોને મળવા હરિયાણાના ગજ્જર સ્થિત છારા ગામ પહોંચ્યા હતાં. અહીં તેઓએ કુસ્તીબાજો સાથે મુલાકાત કરી હતી, અને તેઓની વેદના સાંભળી હતી.
તેઓ બજરંગ પુનિયા અને અન્ય કુસ્તીબાજોને મળ્યા હતાં. છારા કુસ્તીબાજ દિપક પુનિયાનું ગામ છે. દીપક અને બજરંગે વિરેન્દ્ર અખાડાથી પોતાની કુસ્તી કારકિર્દીની શરૂઆત કરી હતી.
બ્રૃજભુષણ શરણસિંહ વિરુદ્ધ કુસ્તીબાજો સતત કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે યૌન શૌષણના આરોપી બ્રૃજભુષણ શરણસિંહ સામે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ.
રાહુલ ગાંધી કુસ્તીબાજોને એવા સમયે મળ્યા છે જ્યારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલયે તાજેતરમાં ડબલ્યુએફઆઈનું નવું સંગઠન રદ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ નવા ચૂંટાયેલા પ્રમુખ સંજયસિંહને પણ સસ્પેન્ડ કરી દેવાયા હતાં. સંજયસિંહને બીજેપી સાંસદ અને ભૂતપૂર્વ ડબલ્યુએફઆઈ પ્રમુખ બ્રૃજભુષણ શરણસિંહના નજીકના માનવામાં આવે છે. બ્રૃજભુષણ શરણસિંહ પર મહિલા રેસલર્સના યૌન ઉત્પીડનનો આરોપ છે.
COMMENTS