મણિપુરમાં વધુ એક ગેંગ રેપની ભયાનકતા: “હું પડી ગઈ, ભાભી પુત્રો સાથે જીવ બચાવીને ભાગી અને નરાધમો મારા પર તૂટી પડ્યા”

HomeCountryNews

મણિપુરમાં વધુ એક ગેંગ રેપની ભયાનકતા: “હું પડી ગઈ, ભાભી પુત્રો સાથે જીવ બચાવીને ભાગી અને નરાધમો મારા પર તૂટી પડ્યા”

મણિપુરમાં મેની શરૂઆતમાં વંશીય અથડામણ દરમિયાન જાતીય હુમલાના અન્ય એક ભયાનક બનાવમાં રાહત શિબિરમાં રહેતી પીડિતાની પોલીસ ફરિયાદ સામે આવી છે. મણિપુરમાં વધુ

‘જવાન’ લાવી સૌથી મોટી સુનામી, બોક્સ ઓફિસના મહિનાઓ જૂના રેકોર્ડ તૂટી ગયા
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મૌલાના ફઝલુર્રહેમાનના પક્ષની બેઠકમાં વિસ્ફોટ, 39 નાં મોત
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર: કોંગ્રેસ અને આપ ગુજરાતમાં ગઠબંધનથી લડશે ચૂંટણી: ઈસુદાનની જાહેરાત

મણિપુરમાં મેની શરૂઆતમાં વંશીય અથડામણ દરમિયાન જાતીય હુમલાના અન્ય એક ભયાનક બનાવમાં રાહત શિબિરમાં રહેતી પીડિતાની પોલીસ ફરિયાદ સામે આવી છે. મણિપુરમાં વધુને વધુ મહિલાઓ પોલીસ સમક્ષ આવી રહી છે અને બર્બરતા અને નિર્દયતા વિશે ફરિયાદ નોંધાવી રહી છે. અધિકારીઓ પણ મહિલાઓને હિંમત આપી રહ્યા છે.

તાજેતરના કિસ્સામાં મણિપુરના ચુરાચંદપુર જિલ્લાની 37 વર્ષીય મહિલાએ આરોપ મૂક્યો છે કે તેને પુરુષોના ટોળા દ્વારા પકડી લેવામાં આવી હતી. પોતાના સળગી રહેલા ઘરમાંથી મહિલા બે પુત્રો, ભત્રીજી અને ભાભી સાથે ભાગી નીકળી. આ બળાત્કારની ઘટના ત્રીજી મે મેના રોજ બની હતી, તે દિવસે જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી, જ્યારે પહાડી પ્રભુત્વ ધરાવતા મૈતેઈ લોકોને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીમાં સમાવવાની માંગને લઈ નીકળેલી રેલી બાદ હિંસા ફાટી નીકળી હતી.

મહિલાએ કહ્યું કે મહિલાઓ પર થયેલા અત્યાચારની ખબરો જોયા બાદ પોલીસ સુધી પહોંચવાની હિંમત આવી.

મહિલાએ કહ્યું, “મેં મારી અને મારા પરિવારની ઈજ્જત બચાવવા અને સામાજિક બહિષ્કારથી બચવા માટે આ ઘટનાનો ખુલાસો કર્યો ન હતો. આ ફરિયાદ દાખલ કરવામાં વિલંબ સામાજિક કલંકને કારણે થયો હતો. હું મારી જાતને પણ મારી નાખવા માંગતી હતી.ચુરાચંદપુરથી 35 કિમી દુર આવેલા બિષ્ણુપુર પોલીસે પીડિત મહિલાનું નિવેદન લઈ ઝીરો અવર્સથી એફઆઈઆર દાખલ કરી છે.

હવે આ પીડિત મહિલા રાહત શિબિરમાં રહે છે. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 376D, 354, 120B અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) મુજબ, ત્રીજી મેના રોજ સાંજે 6.30 વાગ્યે નરાધમોએ  મહિલા અને તેના પડોશીઓના ઘરને સળગાવવાનું શરૂ કર્યું, જેના પછી પીડિત મહિલા, તેના બે પુત્રો, ભત્રીજી અને ભાભી શક્ય તેટલી ઝડપથી સળગી રહેલા ઘરને છોડીને ભાગી ગયા.

પીડિતાની ફરિયાદ મુજબ મેં મારી ભત્રીજીને મારી પીઠ પર બેસાડી અને મારા બંને પુત્રોને પણ પકડી લીધા અને મારી ભાભી સાથે સ્થળ પરથી ભાગવા લાગી. ભાગતી વખતે ઠોકર વાગી અને નીચે પડી ગઈ. હું રસ્તા પર હતી અને ઉઠી શકતી ન હતી. મારી ભાભી મારી પાસે દોડી આવી અને મારી ભત્રીજીને મારી પીઠ પરથી ઉપાડી અને મારા આગ્રહના કારણે જીદ તેના બે પુત્રો સાથે ત્યાંથી નીકળી ગઈ.

મહિલાએ એફઆઈઆરમાં જણાવ્યું કે આખરે ઊભી થવામાં સફળ થઈ, ત્યારે પાંચ થી છ નરાધમોએ મને પકડી લીધી. મને ગાળો આપી માર માર્યો. મારા અનેક પ્રતિકાર છતાં નરાધમો મારા પર તૂટી પડ્યા અને મારા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો.

પીડિતાએ કહ્યું કે તેની તબિયત સંપૂર્ણપણે બગડી ગઈ હતી અને તેણે આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું હતું. તેણીએ જણાવ્યું કે રાજધાની ઇમ્ફાલમાં પ્રાદેશિક તબીબી વિજ્ઞાન સંસ્થામાં ગઈ હતી, પરંતુ આબરુ જવાની બીકે ડૉક્ટરો પાસે ચેકઅપ કર્યા વિના જ પાછી ફરી હતી. ત્યાર બાદ પીડિતાની તબિયત બગડતા તેને ઈમ્ફાલની JNIMS હોસ્પિટલમાં સારવાર આપીને ડોક્ટરોએ કાઉન્સેલિંગ કર્યુ અને પીડિતાને પોલીસ ફરિયાદ કરવા માટે પ્રોત્સાહિત કરતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મણિપુર પોલીસે મંગળવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે 3 મેથી 30 જુલાઈની વચ્ચે લગભગ ત્રણ મહિનાના સમયગાળામાં 6,500થી વધુ પોલીસ કેસ નોંધાયા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0