ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને સૈન્યના ટોચના જનરલને બરતરફ કર્યા અને યુદ્ધ માટે શસ્ત્રોના ઉત્પાદનમાં વધારો અને લશ્કરી કવાયતના વિસ્તરણ માટે વધુ તૈ
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને સૈન્યના ટોચના જનરલને બરતરફ કર્યા અને યુદ્ધ માટે શસ્ત્રોના ઉત્પાદનમાં વધારો અને લશ્કરી કવાયતના વિસ્તરણ માટે વધુ તૈયારીઓ માટે હાકલ કરી હોવાનું KCNA મીડિયાએ જણાવ્યું છે.
કિમ જોંગે સેન્ટ્રલ મિલિટરી કમિશનની બેઠકમાં હાકલ કરી હતી. ઉત્તર કોરિયાના દુશ્મનોને રોકવા માટેના પ્રતિકાર માટેની યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ કોઈ નામ આપવામાં આવ્યું નથી
KCNA વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું કે સૈન્યના ટોચના જનરલ, ચીફ ઓફ જનરલ સ્ટાફ પાક સુ ઇલના સ્થાને જનરલ રિ યોંગ ગિલની નિમણૂંક કરવામાં આવી છે, પરંતુ રી યોંગ સંરક્ષણ પ્રધાન તરીકે યથાવત રહેશે કે કેમ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
રિપોર્ટમાં જણાવાયું છે કે કિમે જોંગે શસ્ત્રો ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ માટે પણ એક લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું, અહેવાલમાં વિગતો આપ્યા વિના જણાવાયું છે કે ગયા અઠવાડિયે તેમણે શસ્ત્ર ફેક્ટરીઓની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે વધુ મિસાઈલ એન્જિન, આર્ટિલરી અને અન્ય શસ્ત્રો બનાવવા માટે હાકલ કરી હતી.
KCNA દ્વારા બહાર પાડવામાં આવેલા ફોટોમાં કિમ જોંગ નકશા પર સિઓલ અને દક્ષિણ કોરિયાની રાજધાની આસપાસના વિસ્તારો તરફ ઈશારા કરતા જોવા મળ્યા હતા. કિમ જોંગ પર યુક્રેનને યુદ્વ માટે શસ્ત્રો અને અન્ય સામાગ્રી પહોંચાડવાનો પણ આરોપ છે.
COMMENTS