ગાંધીનગરમાં હાકલપટ્ટીનો દોર ચાલુ : સીએમ ઓફિસ માંથી પાંચને અલવિદા કરાયા

HomeGujarat

ગાંધીનગરમાં હાકલપટ્ટીનો દોર ચાલુ : સીએમ ઓફિસ માંથી પાંચને અલવિદા કરાયા

હાલ ગાંધીનગરમાં સીએમઓ ઓફિસ ચર્ચામાં છે. કારણ કે, છેલ્લા ૨ વર્ષમાં ભુપેન્દ્ર પટેલની સરકારમાં આવા એક નહિ પરંતુ પાંચ-પાંચ અધિકારીઓને ફરજ પરથી મુક્ત કરાય

પોલીસે 3 કરોડની ખંડણી માંગવાના કેસમાં માફિયા અતીક અહેમદના વકીલ વિજય મિશ્રાની ધરપકડ કરી
અમેરિકામાં આડેધડ ગોળીબારમાં 22ના મૃત્યુઃ 60 ઘાયલ, હુમલાખોર ફરાર
શાહરૂખ ખાનની ‘જવાન’ની ક્લિપ વાયરલ કરવા બદલ કેસ દાખલ, ટ્વિટર હેન્ડલ સહિતના નામો ફરિયાદમાં

હાલ ગાંધીનગરમાં સીએમઓ ઓફિસ ચર્ચામાં છે. કારણ કે, છેલ્લા ૨ વર્ષમાં ભુપેન્દ્ર પટેલની સરકારમાં આવા એક નહિ પરંતુ પાંચ-પાંચ અધિકારીઓને ફરજ પરથી મુક્ત કરાયા છે. તો બે અધિકારી એવા છે, જેમનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ તેને રિન્યુ કરાયો નથી. આમ, પાંચ અધિકારીઓને પાણીચું પકડાવાયું છે. ત્યારે ગાંધીનગરની ગલિયારાઓમાં ચર્ચા એ પણ છે કે, હાલ સીએમઓમાં હાકલપટ્ટીનો દોર ચાલી રહ્યો છે. આ વચ્ચે વધુ અધિકારીઓને ઘરભેગા થવાના ભણકારા વાગી રહ્યાં છે. ત્યારે હાલ આ બાબતને લઈને કાનાફૂસી શરૂ થઈ ગઈ છે.

પરિમલ શાહ છેલ્લા કેટલાક વર્ષોથી સીએમઓમાં ફરજ બજાવતા હતા. પરંતું તાજેતરમાં ગુજરાત ભાજપના પ્રદિપસિંહ વાઘેલાના પત્રિકાકાંડમાં પરિમલ શાહના ભાણિયા જીમિત શાહ અને પિતા મુકેશ શાહના નામ બહાર આવ્યા હતા. ત્યારે એવી ચર્ચા પણ વહેતી થઈ હતી કે, સીએમઓના ઓફિસમાં જ બેસીને પરિમલ શાહે વાઘેલાની વિરુદ્ધના પત્રિકાના લખાણનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. જીમિત શાહની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે જ પરિમલ શાહનું રાજીનામુ લઈ લેવાય તેવી ચર્ચા હતી, પરંતું તેઓ બચી ગયા હતા. પરંતું આખરે પીએમઓમાંથી તેમને પાણીચું પકડાવી દેવાયું છે.

મુખ્યમંત્રી કાર્યાલયમાં વધારાના જનસંપર્ક અધિકારી હિતેશ પંડ્યાએ આ જ વર્ષે ૨૫ માર્ચ, ૨૦૨૩ને રોજ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જેનુ નામ મહાઠગ કિરણ પટેલને કારણે ચર્ચામાં આવ્યુ હતું. કારણ કે, કિરણ પટેલના હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા સાથેનું કનેક્શન ખૂલ્યુ હતું. જેમાં સરકારની છબી બગડી હતી. જેને કારણે બે દાયકા સીએમઓ ઓફિસમાં કામ કરતા હિતેશ પંડ્યાનો ભોગ લેવાયો હતો.

આ ઉપરાંત સીએમઓ કાર્યાલયમાં યુવા ચહેરો ધરાવતા મુખ્યમંત્રીના પીએ તરીકે કામ કરતા ધ્રુમિલ શાહને પણ રાતોરાત હાંકી કઢાયા હતા. જેના પર આઈએએસ કક્ષાના અધિકારીનો સલાહ આપવાનો અને ચોક્કસ ફાઈલ મંજૂર કરાવવાનો આક્ષેપ થયો હતો. જેથી ધ્રુમિલ પટેલને તાત્કાલિક ધોરણે રાજીનામુ આપવાની સૂચના અપાઈ. તો સીએમઓમાં ટાઉન પ્લાનિંગને લગતી કેટલીક નિર્ણાયક ફાઇલોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિની ગંભીર આક્ષેપ થતા ઓએસડી વીડી વાઘેલાની હાકલપટ્ટી કરાઈ હતી. તેમજ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી તરીકે નિમણુંક કરાયેલા ઓએસડી એમડી મોડીયાને પણ ફરજમુક્તિ અપાઈ હતી, તેમનો કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરાયો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0