Alert News: ‘ક્રાઈમ પેટ્રોલ’ જોઈને ક્રિમિનલ બની માતા, પ્રેમીને પામવા પોતાના જ અઢી વર્ષના બાળકને પતાવી દીધો

HomeGujaratCrime

Alert News: ‘ક્રાઈમ પેટ્રોલ’ જોઈને ક્રિમિનલ બની માતા, પ્રેમીને પામવા પોતાના જ અઢી વર્ષના બાળકને પતાવી દીધો

સુરત:એક માતા માટે પોતાનો દીકરો જીવથી પણ વ્હાલો હોય છે, પરંતુ સુરતમાં જે ઘટના સામે આવી છે, તે જાણીને ખુદ પોલીસ પણ ચોકી ઉઠી છે. હકીકતમાં સુરતમાં એક

અયોધ્યા આતંકી હુમલાના ચાર આરોપીઓને શરતી જામીન, પાંચ જુલાઈ 2005ના રોજ શું થયું હતું?
રેસલર જાતીય સતામણીનો કેસ: દિલ્હી કોર્ટે બ્રિજ ભૂષણને 18 જુલાઈએ હાજર રહેવા ઈશ્યુ કર્યું સમન્સ
સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને જામીન આપ્યા, ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાને રદ્દ કર્યો

સુરત:એક માતા માટે પોતાનો દીકરો જીવથી પણ વ્હાલો હોય છે, પરંતુ સુરતમાં જે ઘટના સામે આવી છે, તે જાણીને ખુદ પોલીસ પણ ચોકી ઉઠી છે. હકીકતમાં સુરતમાં એક માતાએ પોતાના પ્રેમીને પામવા માટે પોતાના જ અઢી વર્ષના બાળકની હત્યા કરી નાંખી હતી. પોતાના જ પુત્રની હત્યા કર્યા બાદ માતાએ એવું તો નાટક રચ્યું કે, 3 દિવસ સુધી ખુદ પોલીસ પણ ગોથે ચડી ગઈ હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ છતીસગઢના રાજનંદગાવ જિલ્લાના ચરુથના ગામની વતની નયના મંડાવી (22) પોતાની માતા અને પોતાના અઢી વર્ષના બાળક સાથે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા લેક સિટી રેસિડેન્સીની બાંધકામ સાઈટ પર કડિયાકામ કરતી હતી.

ગત 27 જૂનના રોજ નયનાએ પોતાનો બાળક ગુમ થઇ ગયો હોવાની જાણ પોલીસને કરી હતી. અઢી વર્ષનો બાળક ગુમ થઇ જતા ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને બાળકની શોધખોળ હાથ ધરી હતી. જો કે બાળકનો ક્યાંય પતો ન લાગતા પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધ્યો હતો અને મામલો ગંભીર હોય અલગ અલગ ટીમ બનાવી બાળકને શોધવા તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

આ દરમિયાન પોલીસની ટીમે ત્યાં લાગેલા CCTV ફૂટેજ તપસ્યા હતા, પરંતુ તેમાં બાળકનું કોઈ અપહરણ કરીને લઇને જતું દેખાયું ન હતું. બાળકને શોધવા માટે પોલીસે ડોગ સ્કવોડની પણ મદદ લીધી હતી. ડોગ સ્કવોડની ટીમે પણ તપાસ કરતા બાળક બાંધકામ સાઈટની બહાર નહી ગયો હોવાનો અભિપ્રાય આપ્યો હતો. જેથી પોલીસને બાળકની માતા પર શંકા ગઈ હતી.

પોલીસની ટીમે બાંધકામ સાઈટ પર કામ કરતા અન્ય શ્રમિકોની પણ પૂછપરછ શરુ કરી હતી. આ દરમ્યાન પોલીસને જાણવા મળ્યું કે, નયનાનો હમવતની છતીસગઢના સંજુ નામના ઇસમ સાથે પ્રેમ સબંધ છે. આ જાણવા મળતા જ અને પહેલેથી જ તેની વર્તણુંક પોલીસને શંકાસ્પદ લગતા નયનાની કડક પૂછપરછ કરી હતી

પોલીસે નયનાની કડક પૂછપરછ કરતા પહેલા તો તેણે જણાવ્યું કે, તેનો પ્રેમી સંજુ છતીસગઢથી આવીને લઇ ગયો છે. જેથી પોલીસે પ્રેમી સંજુની મોબાઈલ કોલ ડિટેલ તેમજ લોકેશન બાબતે તપાસ કરતા તે સુરત ખાતે આવ્યો જ ન હતો અને તે છતીસગઢમાં જ હોવાનું બહાર આવ્યું હતું

નયના ખોટું બોલતી હોય અને પોલીસને ગેરમાર્ગે દોરતી હોય પોલીસે તેની કડક પૂછપરછ કરતા બહાર આવ્યું હતું કે, તેના લગ્ન 4 વર્ષ પહેલા છતીસગઢના રાજનંદગાવ જિલ્લાના ચરુથના ગામના સુખનંદન સાથે થયા હતા અને લગ્નજીવન દરમ્યાન તેને અઢી વર્ષનો પુત્ર વીર ઉર્ફે ભોન્દુ હતો.

જો કે નયનાનો પતિ સાથે મનમેળ ના હોય તે પોતાના 2 માસના પુત્ર અને તેની માતાને લઈને છતીસગઢથી સુરત આવી ગઈ હતી અને સુરતમાં છેલ્લા બે વર્ષથી તેઓ બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરતા હતા

આ દરમ્યાન નયનાને પોતાના ગામના સંજુ નામના ઇસમ સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. જો કે સંજુએ તેની સાથે લગ્ન કરવા હોય તો બાળકને છોડવાનું જણાવ્યું હતું. જેથી પોતાના પ્રેમીને પામવા નયનાએ પોતાના જ પુત્રની હત્યા કરીને પુત્રનું કોઈ અપહરણ કરીને લઇ ગયો હોવાનું ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

જયારે નયનાએ પોલીસ સમક્ષ કબુલ્યું કે, તેણે જ પોતાના પુત્રની હત્યા કરી છે ત્યારે ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી. પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, નયનાએ ગળું દબાવીને પોતાના પુત્રની હત્યા કરી નાખી હતી અને બાંધકામ સાઈટની બાજુમાં આવેલી ખુલ્લી પડતર જગ્યામાં ખાડો ખોદીને દાટી દીધો હતો. નયનાની આ કબુલાત બાદ પોલીસે તેને સાથે રાખીને ત્યાં મજૂરો તથા જેસીબી મશીનથી 25 ફૂટ ઊંડો ખાડો ખોદયો હતો પરંતુ બાળકની લાશ મળી આવી ન હતી

બાળકની લાશ ના મળતા પોલીસે ફરીથી નયનાની કડક પૂછપરછ કરી હતી, તો તેણીએ જણાવ્યું હતું કે તેના બાળકની હત્યા બાદ તેણે રાત્રીના સમયે લેક સિટી બિલ્ડીંગની સામે આવેલા કરાડવા તળાવમાં ફેકી દીધો છે. જેથી પોલીસની ટીમે ફાયર વિભાગની મદદ લઈને આખું તળાવ ખુંદી માર્યું હતું પરંતુ તેમ છતાં બાળકની લાશ મળી ન હતી

આમ નયના 3 દિવસથી પોલીસને ગોળ ગોળ ફેરવતી હતી અને પોતાના જ પુત્રની હત્યા કર્યા બાદ લાશ ક્યાં છુપાવી છે? તે જણાવતી ન હતી. જો કે આખરે પોલીસે પોતાનું અસલ સ્વરૂપ બતાવી તેમજ તેને સજા નહી થવા દેશે તેવો વિશ્વાસ અને ભરોસો આપી તેમજ મનોવૈજ્ઞાનિક ઢબે પૂછપરછ કરતા આંખરે તે ભાંગી પડી હતી અને તેણે જણાવ્યું હતું કે, તેના પુત્રની હત્યા બાદ લાશને નવા બંધાતા બિલ્ડીંગના બેઝમેન્ટમાં આવેલા લિફ્ટના ઊંડા ખાડામાં નાખી દીધો છે. જેથી પોલીસની ટીમે ત્યાં તપાસ કરતા લિફ્ટના 6 ફૂટ ઊંડા ખાડામાંથી બાળકની લાશ મળી આવી હતી. 3 દિવસથી બાળકની લાશ ત્યાં પડી હોય ડિકમ્પોઝ થવાની શરુઆત થઇ ગઈ હતી

પોલીસે નયનાને ખોટું બોલવા અને પોલીસને ગેરમાર્ગે દોરવાનું કારણ પૂછતા તેણે જણાવ્યું હતું કે, તે પોતાના મોબાઈલમાં ક્રાઈમ પેટ્રોલની સીરિયલ જુએ છે. તેમજ તેણે બે વખત દ્રશ્યમ ફિલ્મ જોઈ હતી. આથી પોલીસને જો બાળકની લાશ જ નહી મળે તો કઈ નહી કરી શકે તેમ વિચારીને બાળકની લાશ ન મળે તે માટે પોલીસને ગેરમાર્ગે દોરતી હતી.

આ ઘટનામાં આખરે પોલીસે પ્રેમીને પામવા માટે પોતાના જ માસૂમ પુત્રની હત્યા કરનાર માતા નયના મંડાવીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0