સાવધાન !! અમદાવાદમાં અકસ્માતના નામે લૂંટ કરવાની નવી તરકીબ, પોલીસ એક્શન મોડમાં

HomeGujarat

સાવધાન !! અમદાવાદમાં અકસ્માતના નામે લૂંટ કરવાની નવી તરકીબ, પોલીસ એક્શન મોડમાં

માર્ગ અકસ્માતના બહાને લૂંટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં ગુજરાતમાં આ રીતે લૂંટની ઘટનાઓ જોવા મળી રહી છે. આ ઘટના મંગળવારે સાંજે 4.40 વાગ્યે ગુ

PM મોદીના નિવેદન પર રાજ્યસભામાં હંગામો, ખડગેએ કહ્યું,”અમે મણિપુરની વાત કરી રહ્યા છીએ, તેઓ ઈસ્ટ ઈન્ડિયાની કરે છે”
યમુનાના જામ ફલડ ગેટ ખોલવાની મેરેથોન કસરત વચ્ચે દિલ્હીમાં ફરી એક વાર ભારે વરસાદ
મહા ઠગ કિરણ પટેલને જામીન મળ્યા, ચાર્જશીટમાંથી બિનજામીનપાત્ર કલમ હટાવી દેવામાં આવી

માર્ગ અકસ્માતના બહાને લૂંટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં ગુજરાતમાં આ રીતે લૂંટની ઘટનાઓ જોવા મળી રહી છે. આ ઘટના મંગળવારે સાંજે 4.40 વાગ્યે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં IIM-A બ્રિજ પાસે બની હતી. ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

મળતી વિગતો મુજબ અમદાવાદના IIM રોડ પર આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો હતો. વેજલપુરના રહેવાસી વિજય ગોહેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં એકાઉન્ટન્ટ છે. કંપની પર ફોન આવ્યો કે કંપનીની 25 લાખની લોન આવી ગઈ છે. તે રોકડ લઈને પોતાના વાહનમાં આઈઆઈએમએ પાસેથી પસાર થઈ રહ્યો હતો.

ત્યારે જ ગુનો આચરવામાં આવ્યો હતો. આ લૂંટમાં એક મહિલા પણ સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બાઇક પર આવેલા એક પુરુષ અને મહિલા વચ્ચે અકસ્માતના બહાને ઝઘડો થયો હતો. તેણે વારંવાર પૂછ્યું કે અકસ્માત કેમ થયો. ત્યારબાદ તેઓ કર્મચારીના હાથમાંથી પૈસા ભરેલી બેગ છીનવીને ભાગી ગયા હતા.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જોકે, આ લૂંટની ઘટનામાં પોલીસને કાવતરું હોવાની આશંકા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0