સુરતમાં પાંચ અને બે વર્ષના બાળકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન, સલાબતપુરા પોલીસ ટીમે માનવતા મહેકાવી

HomeGujarat

સુરતમાં પાંચ અને બે વર્ષના બાળકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન, સલાબતપુરા પોલીસ ટીમે માનવતા મહેકાવી

સુરતના રીંગ રોડ વિસ્તારમાં અટવાઈ ગયેલા પાંચ અને બે વર્ષના ફૂલ જેવા બાળકોનું માતા-પિતા સાથે મિલન કરાવીને સલાબતપુરા પોલીસે માનવતાનું ઉમદા કાર્ય કરી બતા

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અમદાવાદનાં બદલે ભારત-પાકિસ્તાન બોર્ડર પર યોજાશે, બનાસકાંઠામાં કરાયું આયોજન
ધોરાજીમાં તાજીયા વીજ તારને અડી જતા 15 લોકોને કરંટ લાગ્યો, બે ના મોત
સેન્ટ્રલ ઝોનમાં રાજેશ ગાંજાવાલાનો કાયદો ચાલે છે? બાલાજી માર્કેટની ઈમ્પેક્ટ ફીની ફાઈલ પેન્ડીંગ છતાં માર્કેટને ધમધમતી કરી દેવાઈ

સુરતના રીંગ રોડ વિસ્તારમાં અટવાઈ ગયેલા પાંચ અને બે વર્ષના ફૂલ જેવા બાળકોનું માતા-પિતા સાથે મિલન કરાવીને સલાબતપુરા પોલીસે માનવતાનું ઉમદા કાર્ય કરી બતાવ્યું છે. સલાબતપુરા પોલીસની ચોમેર પ્રશંસા થઈ રહી છે. માતા-પિતા સાથે મિલનની વેળાએ ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઈન્ચાર્જ પોલીસ કમિશનર, ઝોન-2નાં નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી તથા મદદનીશ પોલીસ કમિશનર સી ડિવીઝન ચિરાગ પટેલ દ્વારા મહિલાઓ તથા બાળકોની સલામતી અને સુરક્ષા બાબતે આપવામાં આવેલી સૂચનાને પગલે સલાબતપુરા પોલીસ ટીમ ખૂબ જ સતર્કતાથી કામ કરી રહી છે.

સલાબતપુરા પોલીસ સ્ટેશનનાં પીઆઈ બીઆર રબારી અને સેકન્ડ પીઆઈ એસએ શાહના માર્ગદર્સન હેઠળ પોલીસ સ્ટેશનની પીસીઆર વાન સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રીંગ રોડ પાસેથી પાંચ વર્ષની બાળકી અને બે વર્ષનો બાળક અટવાયેલી સ્થિતિમાં મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ પીસીઆર વાનનો સંપર્ક રતા બન્ને બાળકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
સલાબતપુરા પીઆઈ બીઆર રબારીએ સી- ટીમના ઈન્ચાર્જ પીએસઆઈ પીકે મેર તતા મહિલા કોન્સ્ટેબલ સંગીતા ધીરાભાઈ અને બીજલ રાજુભાઈ સહિત અન્ય પોલીસ કર્મચારીઓને બાળકોના વાલી વારસોને શોધી કાઢવા માટે સૂચના આપી હતી. પોલીસની સી ટીમ તથા FFWCની અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી અને સ્ટેશન વિસ્તારમાં બાળકોના ફોટો સાથે વાલીઓની શોધ આદરી હતી. પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં બાળકીની માતાને શોધી કાઢી હતી અને પરિવાર સાથે બાળકોનું મિલન કરાવી પ્રસંશનીય કાર્ય કરી બતાવ્યું હતું.

આ કામગીરીમાં પીઆઈ બીઆર રબારી, સેકન્ડ પીઆઈ એસએસ શાહ, તથા સી-ટીમના ઈન્ચાર્જ પીએસઆઈ પીકે મેર, મહિલા કોન્સ્ટેબલ સંગીતા ધીરાભાઈ અને બીજલ રાજુભાઈ તથા એએસઆઈ મનસુખભાઈ, એએસઆઈ ગુમાનભાઈ નારસિંગભાઈ તેમજ અપોકો યોગેશ કુમારે સરાહનીય કામગીરી કરી હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0