મેકિસકોમાં મુસાફરો ભરેલી બસ ખાઈમાં પડતા 27 ના મોતઃ 17 સારવાર હેઠળ

HomeInternationalWorld

મેકિસકોમાં મુસાફરો ભરેલી બસ ખાઈમાં પડતા 27 ના મોતઃ 17 સારવાર હેઠળ

મેક્સિકોમાં ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડતા ર૭ના મોત થયા છે. જ્યારે ૧૭ મુસાફરો ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃત્ય

બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી સમયે હિંસાઃ ટ્રેન સળગાવતા પાંચના મરણ
હમાસના હુમલામાં 11 અમેરિકન નાગરિકો સહિત 40 વિદેશી માર્યા ગયા, અનેક લાપતા
જાપાનમાં 7.6 ની તીવ્રતાના ભૂકંપ પછી 40 આફ્ટરશોક આવતા 48 લોકોના મોત, હજારો ઘરોમાં અંધારપટ

મેક્સિકોમાં ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડતા ર૭ના મોત થયા છે. જ્યારે ૧૭ મુસાફરો ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃત્યુઆંક વધી શકે છે. ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ ૮૦ ફૂટથી વધુ ઉંડી ખાઈમાં પડી હોવાનું જાણવા મળે છે.

મેક્સિકોના દક્ષિણી પ્રાંત ઓક્સાકામાં એક ભયાનક માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અહીં મુસાફરોથી ભરેલી બસ ૮૦ ફૂટ ઉંડી ખાઈમાં પડી હતી. આ દુર્ઘટનામાં લગભગ ર૭ લોકોના મોત થયા છે અને ૧૭ લોકો ઘાયલ થયા છે, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસે ટ્વિટ કર્યું કે પીડિત બસ મેક્સિકો સિટીથી ઓક્સાકાના ઓસોન્ડુઆ શહેર તરફ જઈ રહી હતી. આ અકસ્માતમાં ૧૭ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. મૃતાંક વધી શકે છે.

નાગરિક સુરક્ષા એજન્સીએ જણાવ્યું કે જ્યારે ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે તે સમયે લગભગ છ લોકો બેભાન અવસ્થામાં હતાં. તે જ સમયે, અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ સામે આવ્યું છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, એક ખાનગી બસ મેક્સિકો સિટીથી સેન્ટિયાગો ડી યોસુન્દુઆ તરફ જઈ રહી હતી. તે દરમિયાન આ ઘટના મેગડાલેના પેનાસકોમાં બની હતી, જે પર્વતીય વિસ્તારમાં સ્થિત છે. જ્યાં રસ્તાઓ ખૂબ જ વળાંકવાળા છે અને ત્યાં ઢાળવાળી ખીણો છે. ઓક્સાકાના ગવર્નર સલોમન જારાએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે અમે પેનાસ્કોમાં થયેલા ભયાનક અકસ્માત માટે ખૂબ જ દુઃખી છીએ. તેમણે કહ્યું કે અમારા સરકારી કર્મચારીઓ બચાવ કામગીરીમાં લાગેલા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાનું કામ કર્યું છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0