મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ હશે. ધારાસભ્ય દળની બેઠક બાદ મોહન યાદવના નામની જાહેરાત કરવામાં આવી છે. મોહન યાદવ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના ઉ
મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ હશે. ધારાસભ્ય દળની બેઠક બાદ મોહન યાદવના નામની જાહેરાત કરવામાં આવી છે. મોહન યાદવ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના ઉજ્જૈન દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય છે અને શિવરાજ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી પણ હતા. 58 વર્ષીય મોહન યાદવના નામનો પ્રસ્તાવ શિવરાજ સિંહ ચૌહાણે ભાજપ વિધાનસભ્ય દળની બેઠકમાં રજૂ કર્યો હતો, જેને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે મોહન યાદવના નામની જાહેરાત કરવામાં આવી હતી.
મોહન યાદવ, મુખ્યમંત્રી મધ્યપ્રદેશ: મોહન યાદવ ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે, તેઓ પહેલા 2013માં અને પછી વર્ષ 2018 અને 2023માં ધારાસભ્ય બન્યા હતા. મોહન યાદવને સંઘ અને પીએમ મોદી અને અમિત શાહના નજીકના માનવામાં આવે છે.
રાજેન્દ્ર શુક્લા, ડેપ્યુટી સીએમ: રીવા વિધાનસભા સીટના ધારાસભ્ય અને શિવરાજ સરકારમાં મંત્રી રાજેન્દ્ર શુક્લાને મધ્યપ્રદેશના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.
જગદીશ દેવડા, ડેપ્યુટી સીએમ: મંદસૌર જિલ્લાની મલ્હારગઢ વિધાનસભા સીટ પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે અને મધ્યપ્રદેશની શિવરાજ સરકારમાં નાણામંત્રી રહી ચૂક્યા છે.
COMMENTS