જમ્મુ-કાશ્મીરમાંથી કલમ- 370 હટાવવાના કેન્દ્રના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે લગાવી મહોર

HomeCountry

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ- 370 હટાવવાના કેન્દ્રના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે લગાવી મહોર

સુપ્રીમ કોર્ટના સીજેઆઈ સહિતના પાંચ જજોની બંધારણીય બેન્ચે આજે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ નાબૂદ કરવાના કેન્દ્રના નિર્ણયને બહાલ રાખીને લદ્દાખને અલગ કરવા

“વિપક્ષ છેલ્લા બોલે સિક્સર મારવા માંગે છે”: PM મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવને ‘અવિશ્વાસ’થી ભરેલો ગણાવ્યો
LPG સિલિન્ડર હવે 9 વર્ષ જૂના 2014ના ભાવે મળશે, વિશ્વાસ ન આવતો હોય તો આ સમાચાર વાંચો
મુંબઈ ટ્રેન ફાયરિંગમાં મોટો ખુલાસો! ચેતનસિંહે બુરખો પહેરેલી મહિલાને ‘જય માતા દી’ના નારા લગાવવા કરી હતી મજબૂર

સુપ્રીમ કોર્ટના સીજેઆઈ સહિતના પાંચ જજોની બંધારણીય બેન્ચે આજે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ નાબૂદ કરવાના કેન્દ્રના નિર્ણયને બહાલ રાખીને લદ્દાખને અલગ કરવાના નિર્ણયને પણ યોગ્ય ઠરાવ્યો છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સપ્ટેમ્બર-ર૦ર૪ સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજવા તથા રાજ્યનો દરજ્જો આપવાના નિર્દેશો આપ્યા છે.

સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે સોમવારે ચૂકાદો સંભળાવ્યો હતો. સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું, કલમ ૩૭૦ અસ્થાયી વ્યવસ્થા હતી. બંધારણની કલમ ૧ અને ૩૭૦ થી સ્પષ્ટ છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ભારતીય બંધારણની તમામ જોગવાઈઓ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ થઈ શકે છે. અમે કલમ ૩૭૦ નાબૂદ કરવાના રાષ્ટ્રપતિના બંધારણીય આદેશને માન્ય ગણીએ છીએ. અમે જમ્મુ અને કાશ્મરમાંથી લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણયની માન્યતા જાળવી રાખીએ છીએ.

આ સાથે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ૩૦ સપ્ટેમ્બર ર૦ર૪ સુધીમાં કરાવવી જોઈએ. કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય નહીં. આમ કરવાથી અરાજક્તા ફેલાશે. જો કેન્દ્રનો નિર્ણય કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી કરી રહ્યો હોય તો જ તેને પડકારી શકાય.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું કે કલમ ૩પ૬ પછી એ કહેવું યોગ્ય નથી કે કેન્દ્ર માત્ર સંસદ દ્વારા જ કાયદો બનાવી શકે છે. સીજેઆઈએ કહ્યું કે આ ચૂકાદામાં ૩ જજના જજમેન્ટ સામેલ છે. એક ચૂકાદો ચીફ જસ્ટિસ, જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્તનો છે. બીજો ચૂકાદો જસ્ટિસ કૌલનો છે. જસ્ટિસ ખન્ના બન્ને ચૂકાદા સાથે સહમત છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, મોદી સરકારે તેના બીજા કાર્યકાળમાં પ ઓગસ્ટ ર૦૧૯ ના કલમ ૩૭૦ નાબૂદ કરી હતી. ઉપરાંત, રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં તેની સામે કુલ ર૩ અરજીઓ કરવામાં આવી હતી. પાંચ જજોની બેન્ચે તમામ અરજીઓની એકસાથે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં સતત ૧૬ દિવસ સુધી ચાલેલી સુનાવણી પ સપ્ટેમ્બરે પૂરી થઈ હતી. આ પછી સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. એટલે કે સુપ્રીમ કોર્ટે ૯૬ દિવસની સુનાવણી પછી કેસ પર પોતાનો ચૂકાદો આપ્યો છે.

આ તરફ ચૂકાદા પહેલા જ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. પીડીપીનો આરોપ છે કે ચૂકાદા પહેલા પોલીસે તેમના નેતા મહેબૂબા મુફ્તીને ગેરકાયદેસર રીતે નજરકેદ કરી લીધા છે. આ બાબતે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કોઈને પણ નજરકેદ કરાયા હોવાની વાતને નકારી હતી. સિન્હાએ આવા સમાચારોને અફવા ફેલવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1