અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાતમી સપ્ટેમ્બરથી જી-ર૦ ની શિખર બેઠકમાં જોડાવા ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓના પત્ની ઝિલ બાઈડેન કોવિડ પોઝિટિવ હોવા
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાતમી સપ્ટેમ્બરથી જી-ર૦ ની શિખર બેઠકમાં જોડાવા ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓના પત્ની ઝિલ બાઈડેન કોવિડ પોઝિટિવ હોવાથી કોરેન્ટાઈનમાં છે, પરંતુ જો બાઈડેનનો પોતાનો કોવિડ રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝિલ બાઈડેન બે દિવસ પછી ભારતમાં જી-ર૦ સમિટમાં સામેલ થવા માટે આવવાના હતાં. આ પહેલા બન્નેનો કોવિડ રિપોર્ટ આવી ગયો છે. તેમાં ફર્સ્ટ લેડી ઝિલ બાઈડેન કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે રાષ્ટ્રપતિ બાઈડેનનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જો કે ફર્સ્ટ લેડી ઓફિસનું કહેવું છે કે, તેમનામાં કોવિડના કોઈ લક્ષણ નથી. આ બધા વચ્ચે ડેલાવેયર સ્થિત તેમના આવાસ પર જ તેઓ રહેશે. તેમના કોમ્યુનિકેશન ડાયરેક્ટરે એક નિવેદનમાં જણાવ્યું કે, વ્હાઈટ હાઉસમાં મેડિકલ યુનિટે નીકટના લોકોને તે અંગે જાણકારી આપી છે.
રાષ્ટ્રપતિ બાઈડેન અને ફર્સ્ટ લેડી ઝિલ બાઈડેન જી-ર૦ શિખર સંમેલનમાં સામેલ થવા માટે ૭ સપ્ટેમ્બરના ભારત પ્રવાસે આવવાના છે. વ્હાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ બાઈડેન ૮ સપ્ટેમ્બરના પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે. તેઓ જી-ર૦ ના નેતૃત્વ બદલ મોદીને બિરદાવશે. આ ઉપરાંત ૯-૧૦ સપ્ટેમ્બરના જી-ર૦ સંમેલનમાં ભાગ લેશે જ્યાં તેઓ જી-ર૦ ના અન્ય ભાગીદાર દેશો સાથે ક્લીન ઊર્જા અને જળવાયુ પરિવર્તન જેવા અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.
વ્હાઈટ હાઉસ તરફથી કહેવાયું હતું કે, આ દરમિયાન યુક્રેનમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના યુદ્ધના આર્થિક અને સામાજિક પ્રભાવોને ઓછા કરવાની કોશિશ કરવામાં આવશે અને વર્લ્ડ બેંક સહિત બહુપક્ષીય વિકાસ બેંકોની ક્ષમતા વધારવા પર ચર્ચા થશે જેથી કરીને સારી રીતે ગરીબી સામે લડી શકાય. ત્યારપછી બાઈડેન ૧૦ સપ્ટેમ્બરના વિયેતનામ માટે રવાના થશે. તેઓ વિયેતનામમાં હનોઈમાં ત્યાંના મહાસચિવ નગુયેન કુ ત્રોંગ અને અન્ય પ્રમુખ નેતાઓ સાથે ચર્ચા કરશે. આ દરમિયાન અમેરિકા અને વિયેતનામ વચ્ચે સહયોગ વધારવા પર ચર્ચા થશે.
COMMENTS