અયોધ્યા આતંકી હુમલાના ચાર આરોપીઓને શરતી જામીન, પાંચ જુલાઈ 2005ના રોજ શું થયું હતું?

HomeCountry

અયોધ્યા આતંકી હુમલાના ચાર આરોપીઓને શરતી જામીન, પાંચ જુલાઈ 2005ના રોજ શું થયું હતું?

અલ્હાબાદ હાઈકોર્ટે અયોધ્યા બોમ્બ વિસ્ફોટ અને આતંકવાદી હુમલાના કાવતરામાં 18 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહેલા 4 દોષિતોના શરતી જામીન મંજૂર કર્યા છે. ત

મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટ 21 જુલાઈએ કરશે સુનાવણી, સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ફટકારી છે બે વર્ષની સજા
ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળ્યું, ચંદ્ર તરફ પ્રયાણ કર્યું: ISRO
ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિને વકીલાતનું લાયસન્સ ન આપોઃ હાઈકોર્ટનો મોટો ચૂકાદો

અલ્હાબાદ હાઈકોર્ટે અયોધ્યા બોમ્બ વિસ્ફોટ અને આતંકવાદી હુમલાના કાવતરામાં 18 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહેલા 4 દોષિતોના શરતી જામીન મંજૂર કર્યા છે. તેમજ સજા સામેની અપીલને 4 ડિસેમ્બરે સુનાવણી માટે રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.

બુધવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ અશ્વની કુમાર મિશ્રા અને જસ્ટિસ એસએએચ રિઝવીની ડિવિઝન બેંચે આ આદેશ આપ્યો હતો. શકીલ અહેમદ, મોહમ્મદ નસીમ, આસિફ ઇકબાલ ઉર્ફે ફારૂક અને ડો.ઇરફાને જામીન માટે અરજી કરી હતી. આ પહેલા અલ્હાબાદ સ્થિત વિશેષ અદાલતે અયોધ્યા આતંકવાદી હુમલા કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે પાંચમાંથી ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

ચારેય અલ્હાબાદની નૈની જેલમાં બંધ

સરકારી વકીલ ગુલાબ ચંદ્ર અગ્રહરીએ કહ્યું હતું કે વિશેષ ન્યાયાધીશ દિનેશ ચંદ્રાએ દરેક દોષિતો પર 2.4 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો હતો. યુપી પોલીસે આતંકવાદી હુમલાના સંબંધમાં ઈરફાન, આશિક ઈકબાલ ઉર્ફે ફારૂક, શકીલ અહેમદ, મોહમ્મદ નસીમ અને મોહમ્મદ અઝીઝ નામના પાંચ લોકોની ધરપકડ કરી હતી. હાલ ચારેય અલ્હાબાદની નૈની જેલમાં બંધ છે.

જુલાઈ 2005માં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સંકુલ પર હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. જવાબી કાર્યવાહીમાં પાંચ આતંકી હુમલાખોરો સ્થળ પર જ માર્યા ગયા હતા. ત્યારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં એક નાગરિકનું મોત થયું હતું.

આ શરતોનું પાલન કરવાનું રહેશે

ચારેય અરજદારોએ દર અઠવાડિયે તેમના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે.
પાસપોર્ટ સરેન્ડર કરવો પડશે
દેશ છોડશે નહીં
દંડ છ અઠવાડિયામાં જમા કરાવવાનો રહેશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0