લખાય છે ત્યારે ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં લેન્ડિંગ કરતાં જ ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ
લખાય છે ત્યારે ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં લેન્ડિંગ કરતાં જ ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયનાં મંડાણ થયાં છે. ન્યૂયોર્ક એરપોર્ટ પર તેમનો ભવ્ય સત્કાર કરવામાં આવ્યો છે. મોદી ત્રણ?દિવસ અમેરિકા રોકાવાના છે, એમનો ભરચક કાર્યક્રમ છે. વડાપ્રધાનની ઝલક નિહાળવા અમેરિકાવાસી ભારતીયોમાં થનગનાટ વ્યાપ્યો છે.
શ્રી મોદી અગાઉ અમેરિકા છ વખત જઇ ચૂક્યા છે, પરંતુ પહેલી સરકારી યાત્રા હોવાથી તેનું મહત્ત્વ વધી ગયું છે. અમેરિકાએ મોદીની મુલાકાતને વિશેષ મહત્ત્વ આપ્યું છે. ભારત-અમેરિકા નજીક આવતાં ચીન અને રશિયા સાથેના સંબંધોમાં તણાવ વધી શકે એવી ચર્ચા વચ્ચે વ્હાઇટ?હાઉસના પ્રવક્તાએ રાત્રે સ્પષ્ટતા કરી હતી કે, ભારતના વડાપ્રધાનનાં આગમનને બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ગાઢ બનાવવાની એકમાત્ર દૃષ્ટિથી જોવામાં આવી રહ્યું છે, જે દર્શાવે છે કે, મોદી સાથે મિત્રતા ગાઢ બનાવવા માટે રાષ્ટ્રપ્રમુખ બાયડન પણ ખૂબ આતુર છે. થોડા દિવસો પહેલાં ઓસ્ટ્રેલિયા સહિતના દેશોના પ્રવાસ દરમ્યાન દુનિયાએ મોદીનો દબદબો નિહાળ્યો હતો.
ઓસી વડાપ્રધાને તો તેમને `બોસ’ની ઉપમા આપી હતી. આવો જ કંઇક નજારો અમેરિકાના પ્રવાસ દરમ્યાન જોવા મળશે. નરેન્દ્રભાઇ અમેરિકી સંસદને સંબોધન કરવાના છે. સત્તાવાર એજન્ડામાં ઉદ્યોગપતિઓ, વિવિધ?ક્ષેત્રની હસ્તીઓ સાથેની મુલાકાતનો સમાવેશ?છે.
વડાપ્રધાને અમેરિકાના અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે, ભારત વિશ્વશાંતિ માટે પ્રયત્નશીલ છે. બીજાઓને જોવાને બદલે પોતાની લીટી લાંબી કરવામાં માને છે. બુધવારથી તેમના ભરચક કાર્યક્રમો પર મીટ રહેશે. વડાપ્રધાન મોદીના આ પ્રવાસ બાદ ભારત-અમેરિકા સંબંધોમાં નવો વળાંક આવશે.
ખાસ કરીને સંરક્ષણ કરારની દૃષ્ટિએ ઐતિહાસિક સંધિ થવાની સંભાવના છે. મોદીને ખૂબ માન-પાન અપાઇ રહ્યાં છે. વડાપ્રધાનને અમેરિકાના આલીશાન બ્લેયર હાઉસમાં રહેવા દેવામાં આવશે. લગભગ 70 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા આ ઉત્તમ ગેસ્ટ હાઉસમાં 119 રૂમ છે.
તે 190 વર્ષથી અમેરિકન ઇતિહાસનું સાક્ષી છે. તેઓ યુ.એસ. પ્રમુખ જો બાયડન સાથે વિસ્તૃત વાતચીત કરશે અને યુ.એસ. કોંગ્રેસના સંયુક્ત સત્રને બીજી વખત સંબોધિત કરશે, જે કોઇપણ ભારતીય વડાપ્રધાન માટે પ્રથમ ઘટના હશે.
વડાપ્રધાન ટેસ્લાના સી.ઇ.ઓ. અને ટ્વિટરના માલિક ઇલોન મસ્કને મળવાના છે. ઉપરાંત બંને દેશ વચ્ચે અત્યંત ઘાતક એમ.ક્યુ.-9બી રીપર ડ્રોનની ડીલ થશે. આ ડ્રોનને હંટર કીલર ડ્રોન પણ કહેવામાં આવે છે.
ચીનના ખતરાનો સામનો કરી રહેલા ભારતને અમેરિકા પાસેથી ઘાતક હથિયારો અને તેની ટેકનોલોજી જોઇએ છે. ટૂંકમાં, વડાપ્રધાનનો પ્રવાસ મહત્ત્વાકાંક્ષી છે. ભારતનો વિશ્વમાં ડંકો વાગશે એમ મનાય છે. ખુદ વડાપ્રધાન કહી ચૂક્યા છે કે, ભારતનો સમય આવી પહોંચ્યો છે.
COMMENTS