કેદારનાથના ગર્ભગૃહમાં પૈસા ઉડાવતી મહિલાનો વીડિયો વાયરલ થતાં ભક્તો થયા લાલચોળ, FIR નોંધાઈ

HomeCrime

કેદારનાથના ગર્ભગૃહમાં પૈસા ઉડાવતી મહિલાનો વીડિયો વાયરલ થતાં ભક્તો થયા લાલચોળ, FIR નોંધાઈ

કેદારનાથનાં ગર્ભગૃહનો વીડિયો વાયરલ મહિલા શિવલિંગ પર ઉડાવી રહી છે પૈસા ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડ્યાં બદલ FIR નોંધાઈ ઉત્તરાખંડમાં ભગવાન કે

પાલિકાની ઢીલી કામગીરીથી વ્યથિત યુવાન આત્મ વિલોપન કરશે
આજતક ન્યુઝ ચેનલના સંજયસિંહ રાઠોડ અને સંદેશ ન્યુઝ ચેનલના આઝમ સાલેહ વિરુધ્ધ ગુનો નોંધાયો
સતત ડિમોલિશનની પ્રક્રિયા વચ્ચે વચેટીયાઓ સક્રીય, સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરને હાથ પર લેવા સતત મથામણ
  • કેદારનાથનાં ગર્ભગૃહનો વીડિયો વાયરલ
  • મહિલા શિવલિંગ પર ઉડાવી રહી છે પૈસા
  • ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડ્યાં બદલ FIR નોંધાઈ

ઉત્તરાખંડમાં ભગવાન કેદારનાથનાં દર્શન કરવા હજારો ભક્તો યાત્રા કરી રહ્યાં છે. કેદારધામમાં વ્યતિત કરેલ પળોને ભક્તો પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરે છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. સોશિયલ મીડિયા પર કેદારનાથનાં ગર્ભગૃહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ કેદારનાથ મંદિરનાં ગર્ભગૃહની ગોપનીયતા પર લોકો સવાલ ઊઠાવી રહ્યાં છે.

કેદારનાથ મંદિરનાં ગર્ભગૃહમાં મહિલા દ્વારા નોટો ઉડાવવાનો આ વીડિયો વિવાદ સર્જી રહ્યો છે. મંદિરનાં સભા મંડપ અને ગર્ભગૃહમાં એક મહિલા નોટ ઊડાવી રહી છે અને બીજી તરફ પૂજારી પૂજા-અર્ચના કરી રહ્યાં છે. આ મહિલાનાં વર્તનને જોઈને લોકો રોષે ભરાયા છે અને ફરિયાદ નોંધવાની માંગ કરી રહ્યાં છે.

સોનપ્રયાગમાં મામલો નોંધાયો
હાલમાં કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બાબતે મહિલાની સામે કોતવાલી સોનપ્રયાગમાં ફરિયાદ નોંધવામાં આવી છે. કાર્યાધિકારી કેદારનાથ મંદિર સમિતિની તરફથી પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર મંદિરનાં ગર્ભગૃહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા દ્વારા બાબા કેદારનાથનાં શિવલિંગ પર નોટ ઉડાવવામાં આવી રહી છે.

પોલીસ કાર્યવાહી શરૂ
સોનપ્રયાગ પોલીસે FIR નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાખંડ પોલીસે પણ મહિલાનાં નોટ ઉડાવવાનાં આ વીડિયોને પોતાના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કર્યું છે અને સાથે લખ્યું છે કે ‘આ વીડિયોને ધ્યાનમાં લેતાં મહિલા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બાબતે મામલો નોંધવામાં આવ્યો છે. મહિલાને બોલાવીને તેની સાથે પૂછપરછ કરવામાં આવશે.’

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0