શહેરને કોંક્રિટના જંગલો બનાવી રહેલા જવાબદારો સામે પગલાં ભરવાને બદલે ધારાસભ્ય અવળે પાટે ચઢ્યા સુરત.સતત વિવાદોના વમળમાં રહેતાં સુરત પૂર્વ વિધાનસભા મ
શહેરને કોંક્રિટના જંગલો બનાવી રહેલા જવાબદારો સામે પગલાં ભરવાને બદલે ધારાસભ્ય અવળે પાટે ચઢ્યા
સુરત.સતત વિવાદોના વમળમાં રહેતાં સુરત પૂર્વ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્યએ ફરી એક વિવાદનો મધપૂડો છેડી દીધો છે જેને કારણે ધારાસભ્યની નૈતિકતા તેમજ બંધારણ પ્રત્યેની ફરજ પર ગંભીર પ્રકારના પ્રશ્રાર્થ ઉભા થઈ રહ્યાં છે. શહેરના જાગૃત નાગરિકો વિરૂદ્ધ ફરિયાદ કરીને પગલાં ભરવાની માગ કરનાર ધારાસભ્ય પોતાની ફરજ ચુકી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

” બિનઅધિકૃત બાંધકામ તોડાવવાની જગ્યાએ જાગૃત નાગરિકો સામે દ્વેષ
વિગતો અનુસાર અરવિંદ રાણા નામના ધારાસભ્યએ તાજેતરમાં લાલગેટ પોલીસ મથકે અરજી કરીને શહેરના જાગૃત નાગરિકો વિરૂદ્ધ પગલાં ભરવા ભલામણ કરી છે જેને પગલે પોલીસે જાગૃત નાગરિકોના જવાબ લઈને ફરજ પુરી કરી છે. ધારાસભ્યની માંગ હતી કે ગેરકાયદે બાંધકામ વિરૂધ્ધ ફરિયાદ કરનાર જાગૃત નાગરિકો સામે પગલાં ભરવામાં આવે. ખરેખર તો ધારાસભ્યની ફરજ એ હતી કે ગેરકાયદે બાંધકામો અટકાવે અને જવાબદારો વિરૂદ્ધ સખત પગલાં ભરવાની માંગ કરે. પણ તેઓ ફરજ ચુકીને અવળે માર્ગે નિકળી પડ્યાં છે.
તાજેતરમાં જ કોટ વિસ્તારના અમુક સિલેક્ટેડ એરિયા ટાર્ગેટ કરીને તેમણે સુરત મહાનગર પાલિકાના મેયર દક્ષેસ માવાણી સામે બાંયો ચઢાવી હતી જોકે, ધારાસભ્ય કરતાં વધુ પાવર ધરાવતા હોય એમ મેયરે પણ વળતો જવાબ આપીને હિસાબ સરભર કરી દીધો હતો જેને પગલે ધુંઆપુંઆ થયેલા અરવિંદ રાણાના મગજ પર તાવ ચઢી ગયો હતો અને તે કોઈપણ ભોગે પાલિકાને ટાર્ગેટ કરવા રસ્તા શોધી રહ્યાં છે. આવામાં કોઈ સલાહકારની સલાહને પગલે તેમણે જાગૃત નાગરિકો વિરૂદ્ધ અરજી દાખલ કરીને પોતાના પગે જ કુહાડો મારી લીધો છે.
ધારાસભ્ય તરીકે તેમની ફરજ એવી છેકે શહેરને કોંક્રિટનું જંગલ બનાવી રહેલા પાલિકાના અધિકારીઓ તેમજ ડેવલપરો વિરૂદ્ધ પગલાં ભરવાની માગ કરે અને જેટલાં બિનઅધિકૃત બાંધકામ છે તેના પર ગાજ વરસાવે અને શહેરહિતમાં યોગ્ય પગલું ભરે પરંતુ તેઓ કોઈને ટાર્ગેટ કરવાની લ્હાયમાં દિશા ભટકી ગયા છે.
સંવૈધાનિક પદ છતાં મનમાં વેર
ભારતના સંવિધાન મુજબ ચૂંટાઈને આવેલા ધારાસભ્ય અરવિંદ રાણાએ ચોક્કસ ધર્મના લોકોને ખુશ કરવા માટે અનેક પગલાં ભરવાનો ડોળ કર્યો છે અને અન્ય ધર્મના લોકોને ટાર્ગેટ કર્યા હોય તેવું ચિત્ર ઉપસીને બહાર આવ્યું છે. મેયર સામે બાંયો ચઢાવવા માટે પણ જે વિસ્તાર પસંદ કરવામાં આવ્યો ત્યાં ચોક્કસ કમ્યુનિટીના લોકોની બહુમતી છે. આવા સંજોગોમાં સંવૈધાનિક પદ અને તેની ગરીમાને લજવી રહ્યાં છે.”


COMMENTS