અમદાવાદમાં 'ભાઈ લોગ' બનવાની લહાયમાં એક યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. નશામાં ધુત યુવાન પર સંખ્યાબંધ લોખંડના ઘા ઝીંકીને મોતન
અમદાવાદમાં ‘ભાઈ લોગ’ બનવાની લહાયમાં એક યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. નશામાં ધુત યુવાન પર સંખ્યાબંધ લોખંડના ઘા ઝીંકીને મોતને ઘાત ઉતારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાથમાં અત્યંત તિક્ષ્ણ ચાકુ સાથે બર્ગમેન સ્ટ્રીટ મોપેડ પર ધસી આવેલા ટપોરીઓએ અમદાવાદના જાહેર માર્ગ પર એક યુવાન પર હુમલો કર્યો હતો. આ સમયગાળા દરમિયાન મોપેડ પર બેઠેલા યુવાને જાનથી મારી નાંખવા માટે સતતને સતત બીજા ટપોરીની ઉશ્કેરણી પણ કરી હોવાનું વીડિયોમાં જોવા મળે છે.
હુમલો કરનાર અલ્લાહથી ડરતો હોય તેણે ‘અલ્લાહ કા વાસ્તા’ પર યુવાનની જાન બખ્શી દીધી હતી પરંતુ બાઈક પર બેઠેલા લુખ્ખાએ ત્રણ-ચાર વાર મોપેડથી કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આ આખી ઘટના લુખ્ખા ટપોરીઓની ટીમે જ શુટ કરી હતી અને તેને વાયરલ કરીને અમદાવાદમાં ધાક જમાવવાનો પ્રયાસ કર્યો છે. ગાંધીના ગુજરાતમાં લુખ્ખા ટપોરીઓ બેફામ બન્યા હોવાથી અમદાવાદમાં ભયનું વાતાવરણ સ્થપાયું છે.
ઉલ્લેખનીય છેકે, આ હુમલા વખતે એક બુઝુર્ગ મહિલાએ મજબુર યુવાનને છોડી દેવા વિનંતી કરી હતી પરંતુ નશામાં ધૂત ટપોરીઓ માન્યા ન હતા અને યુવાનને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો. અલબત્ત વિડીયોમાં દેખાય છે ત્યાં સુધી મજબુર યુવાનનો જીવ બચી ગયો છે. હવે અમદાવાદ પોલીસ શું રિએક્શન લે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.
COMMENTS