થોડાક દિવસની શાંતિ પછી હિંસાગ્રસ્ત મણિપુરમાં આજે સવારે ફરી એકવાર હિંસા ભડકી. સવારે આશરે પ-૩૦ વાગ્યે ઉખરૃલ જિલ્લાના લિટન પોલીસ સ્ટેશનની હદમાં આવતા થવઈ
થોડાક દિવસની શાંતિ પછી હિંસાગ્રસ્ત મણિપુરમાં આજે સવારે ફરી એકવાર હિંસા ભડકી. સવારે આશરે પ-૩૦ વાગ્યે ઉખરૃલ જિલ્લાના લિટન પોલીસ સ્ટેશનની હદમાં આવતા થવઈ કુકી ગામમાં શંકાસ્પદ મૈતેઈ શસ્ત્રધારી બદમાશો અને કુકી સ્વયંસેવકો વચ્ચે ભયંકર ગોળીબારની ઘટના બની હતી. તેમાં કુકી સમુદાયના ૩ લોકો મૃત્યુ પામ્યા હતાં. આ ઘટના પછી બીએસએફ સહિત સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તલાશી અભિયાન ચલાવ્યો હતો. હાલમાં પણ સ્થિતિ તંગદિલીભરી હોવાના અહેવાલ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મૈતેઈ ઉપદ્રવીઓએ સૌથી પહેલા ગામની નજીકમાં આવેલી ડ્યુટી પોસ્ટ પર હુમલો કર્યો હતો. અહીં સ્વયંસેવકો ગામની સુરક્ષા માટે ડ્યુટી કરી રહ્યા હતાં. આ ગોળીબારમાં ૩ કુકી સ્વયંસેવકો માર્યા ગયાના અહેવાલ છે. તેમની ઓળખ જામખોગિન હાઓકિપ (ઉ.વ. ર૬), થાંગખોકાઈ હાઓકિપ (ઉ.વ. ૩પ) અને હોલેનસોન બાઈતે (ઉ.વ. ર૪) તરીકે થઈ હતી.
ઉલ્લેખનિય છે કે, આ ગામ મૈતેઈ સમુદાયની વસતી ધરાવતા વિસ્તારથી ઘણું દૂર છે. મણિપુરમાં બહુસંખ્યક મૈતેઈ સમુદાયના લોકો એસસી-એસટીનો દરજ્જો અને અનામત આપવાની માંગ કરી રહ્યા છે. મૈતેઈ સમુદાયની વસતિ પણ મણિપુરમાં પ૩ ટકા છે. અત્યાર સુધીની હિંસામાં ૧૦૦ થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.
COMMENTS