બબ્બે ચક્રવાતનો ખતરો, 25 મે સુધીમાં ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રીને વટાવશે, 10 જુન સુધી બેસી જશે ચોમાસુ

HomeCountryGujarat

બબ્બે ચક્રવાતનો ખતરો, 25 મે સુધીમાં ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રીને વટાવશે, 10 જુન સુધી બેસી જશે ચોમાસુ

ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈને

સુરત: વોર્ડ નંબર-20ની પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર રાજેશ રાણાનો 6493 વોટથી વિજય, AAPની ડિપોઝીટ ડૂલ
ટ્રેન ફાયરિંગ કેસ: ચાર લોકોનાં હત્યારા ચેતનસિંહને નોકરીમાંથી કાઢી મૂકાયો, 6 વર્ષ પહેલાં પણ હેટ સ્પીચની થઈ હતી તપાસ
ચંપલ પહેરવાનો વિવાદ: તણખા ઝર્યા બાદ ભાજપની મહિલા નેતાઓએ આપ્યા આવા ખુલાસા

ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈને ફરી મોટી આગાહી કરી છે. ઉપરાંત આ વખતે ચોમાસામાં આંધી-વંટોળ આવવાની શક્યતા પણ વધારે રહી શકે છે. જેના કારણે કાચા મકાનના પતરા ઉડી જાય તેવા વરસાદની સંભાવના રહી શકે છે.

અંબાલાલ પટેલે આાગાહી કરી છે કે, ગુજરાતમાં 20થી 22 મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે 26 મેથી રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 7થી 10 જૂન સુધીમાં જુદા જુદા ભાગોમાં ચોમાસું બેસશે. જ્યારે 14થી 18 જૂન દરમિયાન આંધી-વંટોળ સાથે વરસાદ પડી શકે છે. ભારે પવનના કારણે મકાનના છાપરા પણ ઉડી શકે છે. તો 25મી જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું શરૂ થઈ જશે.

આ ઉપરાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 17મી મેથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે. 25 મેથી સુધીમાં મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 45 ડિગ્રીથી ઉપર જઈ શકે. તો અમદાવાદમાં તાપમાન 46 ડિગ્રી સુધી રહી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રી, સૌરાષ્ટ્રમાં 43 ડિગ્રી રહી શકે છે. તો 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે પડી શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે, જુલાઈ-ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. હિન્દ મહાસાગરમાં ગરમી વધવાની પણ શક્યતા છે. આથી મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની હલચલ જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં પણ 16મી મે પછી હલચલ જોવા મળી શકે છે. તો 16થી 24 મે દરમિયાન અંદમાન-નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0