hacklink hack forum hacklink film izle hacklink สล็อตHoliganbetmostbetaviator gameyushacasinolevantjojobetmatadorbetbetciojojobetbetcio

હિટ એન્ડ રન બદલ નવા કાયદામાં કડક સજા-દંડ સાથે ડ્રાઈવરોની સ્વયંભૂ હડતાલઃ ઠેર-ઠેર ચક્કાજામ

HomeCountry

હિટ એન્ડ રન બદલ નવા કાયદામાં કડક સજા-દંડ સાથે ડ્રાઈવરોની સ્વયંભૂ હડતાલઃ ઠેર-ઠેર ચક્કાજામ

નવા કાયદાઓમાં હિટ એન્ડ રન માટે જાહેર થયેલા કડક દંડ અને જેલસજાની જોગવાઈ સામે અચાનક ટ્રકો અને બસોના ડ્રાઈવરો હડતાલ પર ઉતરી જતા પરિવહન ઠપ્પ થઈ ગયું છે.

સુરતના રસ્તા પર અચાનક લોકો શોધવા લાગ્યા હીરા, હીરા બજારમાં મચી ગયો હડકંપ
સુરત રેલવે સ્ટેશન પર દુર્ઘટના બાદ ગૃહપ્રધાને યોજી બેઠક, રેલવે રાજ્યપ્રધાને હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો સાથે કરી મુલાકાત
અમદાવાદમાં ભારત-પાક. ક્રિકેટ મેચની ડુપ્લીકેટ ટિકિટનું પકડાયું કૌભાંડ, ચારની ધરપકડ

નવા કાયદાઓમાં હિટ એન્ડ રન માટે જાહેર થયેલા કડક દંડ અને જેલસજાની જોગવાઈ સામે અચાનક ટ્રકો અને બસોના ડ્રાઈવરો હડતાલ પર ઉતરી જતા પરિવહન ઠપ્પ થઈ ગયું છે. સ્વયંભૂ રીતે ડ્રાઈવરો દ્વારા પડેલી આ હડતાલની અસર દેશના દસ જેટલા રાજ્યોમાં વર્તાઈ રહી છે. આવશ્યક ચીજવસ્તુઓની આ કારણે તંગી ઊભી થઈ છે, કેટલીક વસ્તુઓ મોંઘી થઈ છે. ઠેર-ઠેર ટ્રકો તથા બસોની લાંબી કતાો થતા પરિવહન ઠપ્પ છે.

હિટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાની કડક જોગવાઈઓને લઈને દેશભરના ટ્રક ડ્રાઈવરો સોમવારથી હડતાલ પર છે. જેના કારણે વિવિધ રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓની અવરજવરને અસર પડી રહી છે.

હિટ એન્ડ રન કેસમાં કાયદાની નવી જોગવાઈઓના વિરોધમાં દેશભરના ટ્રક ડ્રાઈવરોએ વાહન ચલાવવાનો ઈન્કાર કરી દીધો છે. પરિણામે અનેક જગ્યાએ ટ્રકો સહિતના ભારે વાહનોના પૈંડા થંભી ગયા છે. એમપી, રાજસ્થાન સહિત ૧૦ રાજ્યોમાંથી પેટ્રોલ અને ડિઝલ પંપ ખાલી થઈ ગયા હોવાના અહેવાલ છે.

કેટલાક પેટ્રોલપંપ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ફળો, શાકભાજી, દૂધ અને કૃષિ ચીજોના પુરવઠાને અસર થઈ રહી છે. ઘણી જગ્યાએ, વહીવટી તંત્ર પુરવઠો પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટરોનો સંપર્ક કરી રહ્યું છે.

ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ અમૃતલાલ મદાને કહ્યું કે, ‘ટ્રાન્સપોર્ટરોએ હજુ સુધી હડતાલની જાહેરાત કરી નથી. મંગળવારે દિલ્હીમાં મળનારી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ તો વાહનચાલકો જાતે જ વાહનો છોડીને નીચે ઉતરી રહ્યા છે બીજાને પણ ચલાવવા દેતા નથી. તેથી હડતાલ સ્વ્યંભૂ છે.

મધ્યપ્રદેશમાં તેની વધુ અસર છે. મધ્યપ્રદેશમાં એસોસિએશનના અધિકારી વિજય કાલરાએ જણાવ્યું કે, રાજ્યમાં છ લાખ ટ્રક છે. દોઢ લાખ ટ્રકોના પૈંડા બે દિવસથી થંભી ગયા છે. સત્તાવાર જાહેરાતથી સ્થિતિ વધુ વણસી શકે છે. ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે કહ્યું, દેશમાં ૯પ લાખ ટ્રક છે. ૩૦ લાખથી વધુનું કામકાજ થઈ રહ્યું નથી.’ આ ઉપરાંત આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ગુજરાત, છત્તીસગઢ, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં પણ સ્થિતિ વણસી શકે છે.

ભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર, જબલપુર સહિત અન્ય શહેરોના બસ સ્ટેન્ડ પરથી બસો દોડતી નથી. એકલા ઈન્દોરમાં જ લગભગ ૯૦૦ બસો બંધ છે. મધ્યપ્રદેશ સ્કૂલ બસ સર્વિસ ઓપરેટર કમિટીના અધ્યક્ષ શિવકુમાર સોનીએ કહ્યું કે, મંગળવારે પણ સ્કૂલ બસ અને સ્કૂલ વાન બંધ રહેશે. રાજ્યમાં કુલ ૧.રપ લાખથી વધુ સ્કૂલ બસો અને વાન દોડે છે. હડતાલને કારણે ભોપાલની પ શાળાઓમાં ર જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં આવી છે.

હિટ એન્ડ રન એટલે કે એવો અકસ્માત કે જેમાં વાહનની ટક્કર માર્યા પછી ડ્રાઈવર સ્થળ પરથી ભાગી જાય છે તેને ‘હિટ એન્ડ રન’ કેસ ગણવામાં આવે છે. હિટ એન્ડ રનના કેસમાં ઘણી વખત ઈજાગ્રસ્ત વ્યક્તિને સમયસર હોસ્પિટલમાં લઈ જવામાં આવે અથવા પ્રાથમિક સારવાર મળે તો તેને બચાવી શકાય છે. જુના કાયદા મુજબ હિટ એન્ડ રન કેસમાં બે વર્ષની જેલની જોગવાઈ હતી અને જામીન પણ મળતા હતાં.

ટ્રક-બસ ડ્રાઈવરોના આ વિરોધનું કારણ હિટ એન્ડ રનનો નવો કાયદો છે. નવો કાયદો કહે છે કે જો કોઈ રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ જાય છે તો તેને ૧૦ વર્ષની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત ૭ લાખ રૃપિયાનો દંડ પણ ભરવો પડશે. માત્ર ટ્રક ડ્રાઈવરો જ નહીં, બસ, ટેક્સી અને ઓટો ડ્રાઈવરો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. નવા નિયમો ખાનગી વાહનચાલકોને પણ સમાન રીતે લાગુ પડશે.

સંસદ દ્વારા પસાર કરાયેલ અને કાયદો બનાવવામાં આવેલ ભારતીય ન્યાય સંહિતામાં, હિટ એન્ડ રન કેસમાં ‘બેદરકારીથી મૃત્યુ’ની વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. આ મુજબ જો ડ્રાઈવર પુરપાટ ઝડપે વાહન હંકારે અને બેદરકારીથી કોઈનું મૃત્યુ થાય છે અને ડ્રાઈવર પોલીસ અથવા મેજિસ્ટ્રેટને જાણ કર્યા વિના ભાગી જાય છે, તો સજા ૧૦ વર્ષ સુધીની કેદ અને ૭ લાખ રૃપિયાનો દંડ થશે. જુના કાયદા મુજબ ડ્રાઈવરની ઓળખ કર્યા પછી તેના પર આઈપીસી કલમ ર૭૯ (બેદરકારીથી ડ્રાઈવિંગ), ૩૦૪એ (બેદરકારીથી મૃત્યુ) અને ૩૩૮ (જીવનને જોખમમાં મૂકવું) હેઠળ કેસ નોંધાવમાં આવતો. આમાં બે વર્ષની જેલની જોગવાઈ હતી, અને અકસ્માત પછી વાહનચાલક ભાગી જતો હતો.

ડ્રાઈવરોની દલીલ છે કે સ્થળ પર રહેવાથી લોકોની ભીડ મારપીટ કરે કે મારી નાંખે, તેથી ભાગવું પડે છે. આ અંગે સરકારે ડ્રાઈવરોનું હિત પણ જોવું જોઈએ.

આ હડતાલની સીધી અસર સામાન્ય માણસ પર જોવા મળી શકે છે. ટ્રક હડતાલને કારણે દૂધ, શાકભાજી અને ફળોની આવક નહીં થાય અને તેની સીધી અસર ભાવ પર જોવા મળશે. તેમજ પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો બંધ થવાની સંભાવના છે. જેના કારણે સ્થાનિક પરિવહન અને સામાન્ય લોકોની અવરજવરમાં સમસ્યા થઈ શકે છે.

ભારતમાં ૯પ લાખથી વધુ ટ્રક દર વર્ષે ૧૦૦ અબજ કિલોમીટરથી વધુનું અંતર કાપે છે. દેશમાં ૮૦ લાખથી વધુ ટ્રક ડ્રાઈવર છે. જેઓ દરરોજ એક શહેરથી બીજા શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરે છે. હડતાલના કારણે આટલી મોટી સંખ્યામાં ટ્રકો રોકાવાને કારણે જીવનજરૃરી ચીજવસ્તુઓની અછત સર્જાઈ રહી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0