રાજકોટના મેયર પદે નયનાબેન પેઢડીયા, જામનગરનાં મેયર બનતા વિનોદ ખિમસુર્યા, ભાવનગરમાં ભરત બારડ બન્યા મેયર

HomeGujarat

રાજકોટના મેયર પદે નયનાબેન પેઢડીયા, જામનગરનાં મેયર બનતા વિનોદ ખિમસુર્યા, ભાવનગરમાં ભરત બારડ બન્યા મેયર

ગુજરાતમાં મહાનગરપાલિકાઓના નવા સુકાનીઓની પસંદગીની પ્રક્રિયામાં ગઈકાલે અમદાવાદ અને વડોદરાના નવા મેયરની પસંદગી જાહેર થયા બાદ આજે રાજકોટ, ભાવનગર, સુરત અન

એશિયા કપ 2023 ફાઇનલ: ભારત આઠમી વખત એશિયા કપ ચેમ્પિયન બન્યું, શ્રીલંકાને ફાઇનલમાં 10 વિકેટથી કચડી નાખ્યું
એશિયન ગેમ્સ: ભારતે શૂટિંગમાં બીજો ગોલ્ડ જીત્યો, મહિલાઓની 50 મીટર રાઇફલ 3P ટીમ ઇવેન્ટમાં સિલ્વર પણ જીત્યો.
મધ્યપ્રદેશ ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો, ચૂંટણી ઢંઢેરા પર એક નજર

ગુજરાતમાં મહાનગરપાલિકાઓના નવા સુકાનીઓની પસંદગીની પ્રક્રિયામાં ગઈકાલે અમદાવાદ અને વડોદરાના નવા મેયરની પસંદગી જાહેર થયા બાદ આજે રાજકોટ, ભાવનગર, સુરત અને જામનગરના નવા મેયર તથા મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓની જાહેરાત થઈ છે જેમાં રાજકોટના નવા મેયર તરીકે પ્રથમ વખત મહાનગરપાલિકામાં ચુંટાયેલા નયનાબેન પેઢરીયાને પસંદ કરાયા છે. ડે.મેયર તરીકે પણ પ્રથમ વખત કોર્પોરેટર બનેલા નરેન્દ્રસિંહ જાડેજાને નિયુક્ત કરાયા છે.

જયારે સ્ટેડીંગ કમિટી ચેરમેનની જવાબદારી અનુભવી કોર્પોરેટર જયમીન ઠાકરને સુપ્રત કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે લીલુબેન જાદવ અને દંડક તરીકે મનીષ રાડીયાની પસંદગી કરવામાં આવી છે. આ રીતે ભાજપે નો રીપીટ થીયરી ટોચના ચાર હોદાઓમાં અપનાવવાની સાથે મહિલાઓને વધુ તક આપી હતી. સુરતમાં પાટીદાર સમાજના અગ્રણી દક્ષેશ માવાણીને મેયર તરીકે નિયુક્ત કરાયા છે.

જયારે ડે.મેયર પદે મનીષ પાટીલ, સ્ટે.ચેરમેન તરીકે રાજન પટેલ તથા દંડક તરીકે ધર્મેશ વાણીયાવાલાને પસંદ કરાયા છે. જયારે જામનગર અને ભાવનગરના નવા મેયર સહિતના હોદેદારોની પસંદગીની જાહેરાત ચાલુ છે અને ગમે તે ઘડીએ આ નામો જાહેર થશે. ભાજપે આ સાથે આગામી વર્ષે યોજાનારી લોકસભા ચુંટણીને ધ્યાનમાં રાખીને નાતી, જાતીના બેલેન્સને બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

ભાવનગરના મેયર તરીકે ભરત બારડની પસંદગી

ભાવનગરમાં નવા પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. મેયર પદે ભરત બારડ, ડે. મેયર તરીકે મોનાબેન પટેલ અને સ્ટે.ચેરમેન રાજુભાઇ રીબડીયા, શાસક પક્ષના નેતા તરીકે કિશોર ગુરૂબુખાણી અને દંડક તરીકે ઉષાબેન બધેકાની જાહેરાત

રાજયમાં કોર્પોરેશન તથા પંચાયતોમાં નવા સુકાનીઓની પસંદગીનો સીલસીલો શરૂ થયો છે જે અંતર્ગત રાજકોટ જીલ્લા પંચાયતનાં પ્રમુખપદે પ્રવિણાબેન સંજયભાઈ રંગાણીની પસંદગી થઈ છે. જયારે ઉપપ્રમુખપદે રાજુભાઈ ડાંગર તથા કારોબારી ચેરમેન તરીકે પી.જી.કિયાડાની પસંદગી કરવામાં આવી છે.

જામનગરના નવા મેયર

જામનગર મહાનગરપાલિકાના પાંચ પદાધિકારીઓની મુદત આજે પૂરી થઇ હોવાથી ભાજપએ તેના અનુગામીના નામો સવારે 11 વાગ્યે શરૂ થયેલી સંકલનની બેઠકમાં જાહેર કર્યા હતા. જેમાં મેયર તરીકે વિનોદભાઇ ખિમસુર્યા, ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢા અને સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તરીકે નિલેશ કગથરાની પસંદગી કરવામાં આવી છે જયારે શાસકપક્ષના નેતા તરીકે આશિષ જોષી અને દંડક તરીકે કેતન નાખવાની નિમણૂંક કરી છે.

જામનગર મહાનગરપાલિકાની વર્તમાન ટર્મના પ્રથમ અઢી વર્ષના તબક્કાના મુખ્ય પાંચ પદાધિકારી એવા મેયર બિનાબેન કોઠારી (વોર્ડ નં.5), ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર (વોર્ડ નં.11), સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તરીકે મનિષભાઇ કટારીયા (વોર્ડ નં.14), શાસકપક્ષના નેતા તરીકે કુસુમબેન પંડયા (વોર્ડ નં.9) અને દંડક તરીકે કેતનભાઇ ગોસરાણી (વોર્ડ નં.8)નો કાર્યકાળ આજે પુરો થયો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0