જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની મુશ્કેલીઓ વધી રહી છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં કથિત ભ્રષ્ટા
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની મુશ્કેલીઓ વધી રહી છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં કથિત ભ્રષ્ટાચારની તપાસના સંદર્ભમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) તેમના પરિસર સહિત 30 થી વધુ સ્થળોએ સર્ચ કરી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રીક પાવર પ્રોજેક્ટ (એચઇપી) ના રૂ. 2,200 કરોડના સિવિલ વર્ક્સ આપવામાં કથિત ભ્રષ્ટાચારનો કેસ છે. 23 ઓગસ્ટ, 2018 અને 30 ઓક્ટોબર, 2019 વચ્ચે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકે ફરજ બજાવતા સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે તેમને 624-MW સંબંધિત બે ફાઇલો ક્લિયર કરવા માટે 300 કરોડની લાંચ આપવામાં આવી હતી. કિરુ પ્રોજેક્ટ એ કિશ્તવાડ જિલ્લામાં ચેનાબ નદી પર એક રન-ઓફ-રિવર યોજના છે.
ફેડરલ એજન્સીએ ચાલી રહેલી તપાસના ભાગરૂપે ગયા મહિને દિલ્હી અને જમ્મુ અને કાશ્મીરમાં લગભગ આઠ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. સીબીઆઈએ 21 લાખથી વધુની રોકડ ઉપરાંત ડિજિટલ ઉપકરણો, કમ્પ્યુટર્સ, મિલકતના દસ્તાવેજો અને ગુનાહિત દસ્તાવેજો રિકવર કર્યા હતા.
સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર સરકાર તરફથી મળેલા સંદર્ભના આધારે ખાનગી કંપની સીવીપીપીપીએલના તત્કાલીન ચેરમેન, એમડી અને ડિરેક્ટર્સ અને અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સંબંધિત સિવિલ વર્કસની ફાળવણીમાં ઇ-ટેન્ડરિંગ સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું નથી.
COMMENTS