જાપાનમાં 7.6 ની તીવ્રતાના ભૂકંપ પછી 40 આફ્ટરશોક આવતા 48 લોકોના મોત, હજારો ઘરોમાં અંધારપટ

HomeInternational

જાપાનમાં 7.6 ની તીવ્રતાના ભૂકંપ પછી 40 આફ્ટરશોક આવતા 48 લોકોના મોત, હજારો ઘરોમાં અંધારપટ

જાપાનમાં 7.6 ની તીવ્રતાના ભૂકંપ પછી ૪૦ જેટલા આફ્ટરશોક આવતા 48 જેટલા મૃત્યુ થયા છે. હજારો ઘરોમાં અંધારપટ છે. એક હજાર સૈનિકો બચાવ કામગીરીમાં જોડાયા છે.

બિલ્કિસ બાનુ કેસમાં સુપ્રીમ કોર્ટનો સવાલ, દોષિતો માફીને પાત્ર કેવી રીતે બન્યા?
સિક્કિમમાં વાદળ ફાટવાથી તિસ્તા નદીમાં પ્રચંડ પૂર, સેનાના 23 જવાન ગુમ, સર્ચ ઓપરેશન ચાલુ
બેંકીંગ સેક્ટરમાં ઝંપલાવતું અદાણી ગ્રુપ, જલ્દી લોંચ થશે અદાણી ગ્રુપનું ક્રેડિટ કાર્ડ, વિઝા સાથે થઈ ડીલ

જાપાનમાં 7.6 ની તીવ્રતાના ભૂકંપ પછી ૪૦ જેટલા આફ્ટરશોક આવતા 48 જેટલા મૃત્યુ થયા છે. હજારો ઘરોમાં અંધારપટ છે. એક હજાર સૈનિકો બચાવ કામગીરીમાં જોડાયા છે. ભારતીય દૂતાવાસે પણ એલર્ટ જાહેર કર્યું છે.

જાપાનમાં 2024 ની શરૃઆત સાથે જ ભૂકંપ આવ્યો હતો. 7.4 ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા પછી સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં 15 ફૂટ ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. દરિયાકાંઠાના લોકોને તાત્કાલિક હટાવાના આદેશ અપાયા છે. કેટલાક વિસ્તારોમાં ટ્રેન સેવા સ્થગિત કરાઈ છે. પશ્ચિમ જાપાનમાં મોટું નુક્સાન થયાના અહેવાલો મળી રહ્યા છે.

જાપાનના ભૂકંપમાં 48 ના મોત થયા છે, જ્યારે 1400 લોકો બૂલેટ ટ્રેનમાં ફસાયા છે. 200 ઈમારતો બળીને ખાખ થઈ ગયા છે. ઈશિકાવામાં વધુ એક ભૂકંપની ચેતવણી અપાઈ છે.

ભારતીય દૂતાવાસે ઈમર્જન્સી કન્ટ્રોલ રૃમની સ્થાપના કરી છે. સોશિયલ મીડિયા પર આપવામાં આવેલી માહિતી અનુસાર કોઈપણ વ્યક્તિ અહીં આવીને મદદ માગી શકે છે. અગાઉ દૂતાવાસે ઈ-મેલ આઈડી અને નંબર પણ જાહેર કર્યા હતાં. આ છે પ્લસ 81-80-3930-1715 પ્લસ 81-70-1492-0049 પ્લસ 81-80-3214-4734પ્લસ 81-90-629-5382 પ્લસ 81-80-3214-4722.

જાપાન મેટોરોલોજિકલ એજન્સીના જણાવ્યા પ્રમાણે પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. જાપાનના દરિયા કિનારાની સાથે નિગાતા, ટોયામા, યામાગાતા, કુકુઈ અને હોગો પ્રાંતમાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સાથે સુનમી ચેતવણી કેન્દ્ર દ્વારા ઉત્તર કોરિયા અને રશિયાના પૂર્વ દરિયાઈ વિસ્તાર માટે પણ સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે.

સરકારના પ્રવક્તા ઓશિયમાસા હયાશીએ જણાવ્યું હતું કે, ભૂકંપથી ઓછામાં ઓછા છ મકાનોને નુક્સાન થયું છે અને લોકો અંદર ફસાયા છે. તેમણે જણાવ્યું હતું કે, ઈશિકાવા પ્રિફેક્ચરના વાજિમા શહેરમાં આગ ફાટી નીકળી હતી અને 30,000 થી વધુ ઘરોમાં અંધાર૫ટ છવાયો છે.

જાપાનના નૌટો શહેરમાં એરપોર્ટ બંધ છે. ઈશિકાવામાં ભૂકંપનું કેન્દ્રબિન્દુ નોંધાયું છે. જાપાનના પીએમ દુનિયા કિશિદાએ કહ્યું હતું કે, સમય ઓછો છે અને લોકોના જીવ બચાવવાના છે. લોકોના જીવ બચાવવા એક હજાર સૈનિકો તૈનાત કરાયા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0