મણિપુરમાં ફરી હિંસા ભડકીઃ ગોળીબારમાં ચારના મોત, અનેકને ઈજા, કરફ્યુ લદાયો

HomeCountry

મણિપુરમાં ફરી હિંસા ભડકીઃ ગોળીબારમાં ચારના મોત, અનેકને ઈજા, કરફ્યુ લદાયો

મણિપુરમાં ફરી હિંસા ભડકી છે અને ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે તથા અનેક ઘાયલ થયા છે. પ જિલ્લામાં કફર્યુ લદાયો છે. મણિપુરમાં નવા વર્ષનો પ્રથમ દિવ

રાષ્ટ્રીય હિન્દુ દળે જ્ઞાનવાપીના બોર્ડમાંથી મસ્જિદ શબ્દ હટાવી દીધો
ISRO ચીફની બાયોપિકમાં મોટો ખુલાસો, કે.સિવન પર ગંભીર આક્ષેપ,ચંદ્રયાન-2ની નિષ્ફળતાના કારણોએ ઉભો કર્યો વિવાદ
યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર, કમિટી 15 જુલાઈ સુધીમાં સરકારને સુપરત કરી શકે છે

મણિપુરમાં ફરી હિંસા ભડકી છે અને ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે તથા અનેક ઘાયલ થયા છે. પ જિલ્લામાં કફર્યુ લદાયો છે.

મણિપુરમાં નવા વર્ષનો પ્રથમ દિવસ પણ શાંતિપૂર્ણ નથી, ફરી ફાટી નીકળેલી હિંસા દરમિયાન ગોળીબારમાં ચાર લોકોના મોત થયા હતાં. આ સિવાય અન્ય ઘણાં લોકો ઘાયલ થયા છે. આ પછી, રાજ્યની ખીણમાં સ્થિતિ પાંચ જિલ્લામાં ફરી કફર્યુ લાદવામાં આવ્યો છે. થોબલ જિલ્લાના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સ્વચાલિત હથિયારોથી સજજ કેટલાક યુવાનોનું એક જૂથ રિકવરી માટે આવ્યું હતું. તે જ સમયે, મણિપુરના મુખ્યમંત્રી અને બિરેનસિંહે એક વીડિયો સંદેશમાં આ હુમલાની નિંદા કરી છે.

મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હું નિર્દોષ લોકોના મૃત્યુથી ખૂબ જ દુઃખી છું. તેમણે કહ્યું કે અમે ગુનેગારોને પકડવા માટે પોલીસ ફોર્સ રવાના કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હું હાથ જોડીને લોકોને અપીલ કરું છું કે તેઓ ગુનેગારોની ધરપકડ કરવામાં સરકારને મદદ કરે. તેમણે વધુમાં કહ્યું કે હું વચન આપું છું કે સરકાર ન્યાય આપવા માટે તમામ કાયદાકીય શક્તિઓનો ઉપયોગ કરશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0