પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ચૂંટણી રેલીમાં બોમ્બ વિસ્ફોટમાં 4 ના મોત, 7 ઘાયલ

HomeInternational

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ચૂંટણી રેલીમાં બોમ્બ વિસ્ફોટમાં 4 ના મોત, 7 ઘાયલ

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ચૂંટણી રેલીમાં બોમ્બ બ્લાસ્ટ થતાં પીટીઆઈ પાર્ટીના ૩ કાર્યકરો સહિત ૪ લોકોના મોત થયા છે, જ્યારે ૭ ઘાયલ થયા છે. ૮ મી ફેબ્રુઆરી

બિલ્કીસ બાનો કેસ: ‘આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ નથી’ કેન્દ્ર અને ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટમાં દલીલ
‘આઓ મેરે પ્યારે દેશ, રોતે હૈ…’ અભિનેત્રી રેણુકા સાહાણે મુઝફ્ફરનગરની શાળામાં મુસ્લિમ છોકરાની મારપીટના વીડિયો પર ભડકી
સોશિયલ મીડિયાનો સુખદ અનુભવ: લિંક્ડઈન દ્વારા પદંર વર્ષ બાદ મહિલા પોતાની બાળપણની સખીને મળી શકી

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ચૂંટણી રેલીમાં બોમ્બ બ્લાસ્ટ થતાં પીટીઆઈ પાર્ટીના ૩ કાર્યકરો સહિત ૪ લોકોના મોત થયા છે, જ્યારે ૭ ઘાયલ થયા છે. ૮ મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં યોજાનાર ચૂંટણી પહેલા દહેશત ફેલાઈ છે. મૃતાંક વધી શકે છે.

પાકિસ્તાનના બલુચિ-સ્તાનમાં મંગળવારે ૩૦ જાન્યુઆરીના એક ભીષણ બોમ્બ વિસ્ફોટ થયો. જેમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના ૩ નેતાઓ સહિત ૪ લોકોના મોત થયા છે. ઈમરાન ખાને ૧૦ વર્ષની જેલની સજા ફટકાર્યાના કલાકો પછી પાર્ટી દ્વારા આયોજિત રેલી દરમિયાન આ વિસ્ફોટ થયો હતો.

પીટીઆઈ પાર્ટીના બલુચિસ્તાનના પ્રાંતિય મહાસચિવ સાલાર ખાન કાકરે પાર્ટીના ટ્વિટર એકાઉન્ટ શેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું છે કે, આ ઘટનામાં તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના ત્રણ કાર્યકરો શહીદ થયા છે, જ્યારે ૭ ઘાયલ થયા છે. આ સંદર્ભે સિબી જિલ્લા મુખ્યાલય હોસ્પિટલના મેડિકલ સુપ્રિ. ડો. બાબરે જણાવ્યું કે વિસ્ફોમાં પ લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, મોટાભાગના ઘાયલ લોકોની હાલત ગંભીર છે અને મૃત્યુઆંક વધી શકે છે.

બ્લાસ્ટની આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ઘટના સ્થળે જોરદાર અવજા આવ્યા પછી પીટીઆઈના સભ્યોમાં અફરાતફરી મચી ગઈ હતી. પીટીઆઈના નેતા સાલાર ખાન કાકરે જણાવ્યું હતું કે, પાર્ટી સમર્થિત ઉમેદવાર સદામ તારીન દ્વારા આયોજિત ચૂંટણી રેલીમાં વિસ્ફોટ થયો હતો. તેમણે વધુમાં કહ્યું કે અમે આ હૃદયદ્રાવક ઘટનાની સખત નિંદા કરીએ છીએ અને માંગ કરીએ છીએ કે પીટીઆઈ કાર્યકરોને બદલે આતંકવાદીઓને કચડી નાખવા માટે ધ્યાન આપવામાં આવે.

આ વિસ્ફોટ ૮ ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીના માત્ર નવ દિવસ પહેલા થયો હતો. દરમિયાન પાકિસ્તાનના ચૂંટણી પંચે કહ્યું કે તેણે આ ઘટનાની નોંધ લીધી છે અને બલુચિસ્તાનના મુખ્ય સચિવ અને પોલીસ વડા પાસેથી તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 12