આરબીઆઈ એ રેપોરેટ ૬.પ ટકા યથાવત્ રાખતા વ્યાજદર સ્થિર રહેશે અને બેંકલોનના હપ્તાની રકમ નહીં વધે. ભારત પડકારો છતાં ગ્રોથ-એન્જિન બની રહ્યું હોવાનો દાવો ગવ
આરબીઆઈ એ રેપોરેટ ૬.પ ટકા યથાવત્ રાખતા વ્યાજદર સ્થિર રહેશે અને બેંકલોનના હપ્તાની રકમ નહીં વધે. ભારત પડકારો છતાં ગ્રોથ-એન્જિન બની રહ્યું હોવાનો દાવો ગવર્નર શશિકાંતદાસે કર્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સતત ચોથી વખત વ્યાજ રો ૬.પ ટકા પર યથાવત્ રાખ્યા છે. એટલે કે તમારો ઈએમઆઈ વધશે નહીં. આરબીઆઈ ગવર્નર શશિકાંતદાસે આજે શુક્રવારે મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયો વિશે માહિતી આપી હતી. નાણાકીય નીતિ સમિતિની બેઠક ૪ ઓક્ટોબરના શરૃ થઈ હતી.
હાલમાં રેપોરેટ ૬.પ૦ ટકા છે અને નિષ્ણાતો પહેલેથી જ તે સ્થિર રહેવાની અપેક્ષા રાખતા હતાં. ગયા વર્ષે કેન્દ્રિય બેંક તેની ટોચે પહોંચેલા મોંઘવારી દરને અંકુશમાં લેવા માટે આ દર એક પછી એક ઘણી વખત વધારવામાં આવ્યો હતો. મે ર૦રર માં રેપોરેટ ૪ ટકા હતો, જે ફેબ્રુઆરી ર૦ર૩ સુધીમાં ૬.પ૦ ટકા સુધી પહોંચી ગયો હતો, જો કે ત્યરપછી તેને યથાવત્ રાખવામાં આવ્યો છે. શશિકાંતદાસે કહ્યું કે, વિશ્વમાં પડકારો હોવા છતાં ભારત ગ્રોથ એન્જિન બનેલું છે.
આરબીઆઈ એ ફેબ્રુઆરી ર૦ર૩ માં રેપોરેટ વધારીને ૬.પ ટકા કર્યો હતો. ત્યારપછી આમાં કોઈ ફેરફાર થયો નથી. નાણાકીય નીતિની બેઠક દર બે મહિને થાય છે. આ નાણાકીય વર્ષની પ્રથમ બેઠક એપ્રિલમાં મળી હતી, જ્યારે ગત્ નાણાકીય વર્ષમાં રેપોરેટમાં ૬ વખતમાં ર.પ૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ગવર્નરે કહ્યું કે, તમામ એમપીસી સભ્યો પોલિસી રેટ સ્થિર રાખવાના પક્ષમાં હતાં. આરબીઆઈ એ પણ તેના ધોરણોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ૬ માંથી પ સભ્યો અનુકૂળ વલણ જાળવવાની તરફેણમાં છે.
આરબીઆઈ ગવર્નર ફૂગાવાના અંદાજે અને જીડીપી અંદાજો પણ જાહેર કર્યો છે. એફવાય ર૪ માટે ફૂગાવાનો અંદાજ પ.૪ ટકા પર જાળવી રાખવામાં આવ્યો છે. છેલ્લી મિટિંગમાં તે પ.૧ ટકાથી વધારીને પ.૪ ટકા કરવામાં આવ્યો હતો. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે સપ્ટેમ્બરમાં ફૂગાવો ઘટવાની આશા છે. એફવાય ર૪ માટે રિયલ જીડીપી વૃદ્ધિનો અંદાજ ૬.પ ટકા પર જાળવી રાખવામાં આવ્યો છે તેમજ નાણાકીય વર્ષ રપ ના પ્રથમ ક્વાર્ટર માટે રિયલ જીડીપી અંદાજ પણ ૬.૬ ટકા પર જાળવવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે જિયોપોલિટિકલ કટોકટીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી છે.
ફૂગાવાનો દર હજુ નિરંકુશ
ઓગસ્ટ મહિનામાં રિટેલ મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો હતો. તે ઘટીને ૬.૮૩ ટકા પર આવી ગયો હતો. અગાઉ જુલાઈમાં તે ૭.૪૪ ટકા હતો. ફૂગાવામાં આ ઘટાડો શાકભાજીના નીચા ભાવને કારણે થયો છે, જો કે ફૂગાવાનો દર હજુ પણ આરબીઆઈની ૬ ટકાની ઉપલી ટોલરેંસ લિમિટથી આગળ છે. ઓગસ્ટમાં જથ્થાબંધ ફૂગાવો વધીને -૦.પર ટકા થયો. જુલાઈમાં તે -૧.૩૬ ટકા હતો. આ સતત પાંચમો મહિનો હતો જ્યારે જથ્થાબંધ ફૂગાવો નકારાત્મક હતો. એટલે કે તે શૂન્યથી નીચે રહ્યો. તેમજ ઓગસ્ટમાં ખાદ્ય ચીજવસ્તુઓ સસ્તી થઈ છે. ખાદ્ય મોંઘવારી ૭.૭પ ટકાથી ઘટીને પ.૬ર ટકા થઈ ગઈ છે. ફૂગાવાનો સીધો સંબંધ ખરીદ શક્તિ સાથે છે. ઉદાહરણ તરીકે, જો ફૂગાવાનો દર ૭ ટકા છે, તો કમાયેલા ૧૦૦ રૃપિયાની કિંમત માત્ર ૯૩ રૃપિયા હશે. તેથી ફૂગાવાને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરવું જોઈએ. નહીંતર તમારા પૈસાની કિંમત ઘટી જશે.
COMMENTS