ગુજરાત વક્ફ બોર્ડની આજે મળેલી મીટીંગમાં ભાજપના સિનિયર મોસ્ટ મુસ્લિમ નેતા અને વ્યવસાયે ડોક્ટર એવા સુરતના ડો.મોહસીન લોખંડવાલાની ગુજરાત વક્ફ બોર્ડનાં ચે
ગુજરાત વક્ફ બોર્ડની આજે મળેલી મીટીંગમાં ભાજપના સિનિયર મોસ્ટ મુસ્લિમ નેતા અને વ્યવસાયે ડોક્ટર એવા સુરતના ડો.મોહસીન લોખંડવાલાની ગુજરાત વક્ફ બોર્ડનાં ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ડો.મોહસીન લોખંડવાલા વક્ફ બોર્ડના નવનિયુક્ત સભ્યોમાં સૌથી વધુ સિનિયર છે અને તેઓ હાલમાં ગુજરાત ભાજપ લઘુમતિ સેલના પ્રમુખ તરીકે કાર્યરત છે. જોકે, લઘુમતિ સેલના પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થવાની આરે છે. આ ઉપરાંત તેમણે ગુજરાત માયનોરિટીઝ ફાયનાન્સ ડિપાર્ટમેન્ટના સભ્ય તરીકે પણ સેવા આપી છે.
ડો.લોખંડવાલાએ ભાજપમાં રહીને અનેકવિધ સંગઠનલક્ષી અને સેવાકીય કાર્યોને સુપેરે પાર પાડ્યા છે. નિર્વિવાદ વ્યક્તિત્વ ધરાવતા ડો.મોહસીન લોખંડવાલાના નામ પર ભાજપ મોવડી મંડળે મંજુરી આપ્યા બાદ કાયદા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે સત્તાવાર મેન્ડેડ ભાજપના નેતા જે.જે પટેલને આપ્યો હતો અને જેજે પટેલે વક્ફ બોર્ડની કચેરીએ તમામ સભ્યોની હાજરીમાં ચેરમેન તરીકે ડો.મોહસીન લોખંડવાલાનો મેન્ડેડ આપ્યો હતો. તમામ સભ્યોએ તેને વધાવી લીધો હતો. ડો. મોહસીન લોખંડવાલાની સર્વાનુમતે ગુજરાત વક્ફ બોર્ડના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. ચેરમેન બનતા ડો.લોખંડવાલા પર ચોમેરથી અભિનંદનની વર્ષા અને મુબારકબાદી આપવામાં આવી હતી.
COMMENTS