ગુજરાતમાં મિશ્ર ઋતુની આગાહીઃ ઠંડીનું જોર ઘટ્યુંઃ આકાશ અંશતઃ વાદળછાયું રહેશે

HomeGujarat

ગુજરાતમાં મિશ્ર ઋતુની આગાહીઃ ઠંડીનું જોર ઘટ્યુંઃ આકાશ અંશતઃ વાદળછાયું રહેશે

ગુજરાતમાં ફેબ્રુઆરી માસથી જ બેવડી ઋતુનો વસ્તારો છે, જેમાં કેટલાય વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટ્યું છે. બપોરના સમયે ગરમીનો પારો વધ્યો છે તથા નલિયામાં લઘુ

PM મોદીના પ્રોગ્રામ પછી Googleની મોટી જાહેરાત, ગુજરાતમાં ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલશે
ગુજરાતમાં ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસશે
ચંદ્રયાન-3 નું કાઉન્ટ ડાઉન એનાઉન્સર ઈસરોના મહિલા સાયન્ટિસ્ટ એન. વલારમથીનું હાર્ટએટેકથી નિધન

ગુજરાતમાં ફેબ્રુઆરી માસથી જ બેવડી ઋતુનો વસ્તારો છે, જેમાં કેટલાય વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટ્યું છે. બપોરના સમયે ગરમીનો પારો વધ્યો છે તથા નલિયામાં લઘુતમ તાપમાન ૧૦ ડીગ્રી નોંધાયું છે. પાટનગર ગાંધીનગરમાં ૧પ ડીગ્રી તાપમાન છે તેમજ અમદાવાદ અને ડિસામાં તાપમાન ૧૬ ડીગ્રી છે. વડોદરામાં ૧૭ ડીગ્રી, સુરતમાં ૧૮ ડીગ્રી તથા રાજકોટ અને અમરેલીમાં પણ ૧૮ ડીગ્રી તાપમાન છે. ઠંડી ઘટતા મહત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાયો છે. રાજ્યભરમાં મિશ્ર ઋતુનો વર્તારો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટ્યું છે. રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ર થી ૩ ડીગ્રી વધ્યો છે. જાન્યુઆરી માસની સાથે હવે શિયાળો પણ વિદાય લેવાની તૈયારીમાં છે. ચરોતર પંથકમાં હવે લઘુતમ તાપમાન ૧ર ડીગ્રીની આસપાસ રહેશે. તેમાં કદાચ વધારો થશે, પણ ઘટાડો થવાની શક્યતા નહિંવત્ છે.

મોસમના અણસાર જોતા હવે આગામી થોડા દિવસો પછી હવે ગરમ કપડા પહેરવા નહીં પડે. મોસમમાં આવતા બદલાવ વચ્ચે વાતાવરણમાં પણ પલ્ટો આવવાની સંભાવના છે. ૩૧ જાન્યુઆરી અને ૧લી ફેબ્રુઆરીના સવારના સમયમાં વાતાવરણ પલ્ટાવવાની સાથે આકાશ અંશતઃ વાદળછાયું રહેવાની શક્યતા છે. આ બે દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા નહિંવત્ છે. પોષ માસ તેના ઉતરાર્ધ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે હવે ઠંડીની મોસમ પૂર્ણ થવાના આરે છે. છેલ્લા ચાર દિવસમાં સવારના તાપમાનમાં સાડાચાર ડીગ્રીનો વધારો થયો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0