ચંદ્રયાન-3 નું કાઉન્ટ ડાઉન એનાઉન્સર ઈસરોના મહિલા સાયન્ટિસ્ટ એન. વલારમથીનું હાર્ટએટેકથી નિધન

HomeCountryScience

ચંદ્રયાન-3 નું કાઉન્ટ ડાઉન એનાઉન્સર ઈસરોના મહિલા સાયન્ટિસ્ટ એન. વલારમથીનું હાર્ટએટેકથી નિધન

ઈસરોના મહિલા સાયન્ટિસ્ટ એન. વલારમથીનું નિધન થતાં વિજ્ઞાન જગત સહિત સાર્વત્રિક શોક છવાયો છે. ભારતના ચંદ્ર મિશન ચંદ્રયાન-૩ મા મહત્ત્વની ભૂમિકા ભજવનાર

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુને હટાવવા વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી
રોવર ‘પ્રજ્ઞાન’ લેન્ડર ‘વિક્રમ’માંથી બહાર નીકળ્યું, ચંદ્રની સપાટીની પરિક્રમા કરશે
Why our world would end if living room decors disappeared

ઈસરોના મહિલા સાયન્ટિસ્ટ એન. વલારમથીનું નિધન થતાં વિજ્ઞાન જગત સહિત સાર્વત્રિક શોક છવાયો છે.

ભારતના ચંદ્ર મિશન ચંદ્રયાન-૩ મા મહત્ત્વની ભૂમિકા ભજવનાર ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિક એન. વલારમથી હવે આપણી વચ્ચે રહ્યા નથી. ભારતના મૂન મિશન એટલે કે ચંદ્રયાન-૩ ના કાઉન્ટડાઉનની ગણતરી કરતો અવાજ કાયમ માટે શાંત પડી ગયો છે. હાર્ટ એટટેકના કારણે વૈજ્ઞાનિક વલારમથીનું અવસાન થયું છે. ચંદ્રયાન-૩ મિશન લોન્ચ વખતે પોતાના અનોખા અવાજમાં ઘોષણાઓ કરનાર વલારમથીએ રવિવારે સાંજે દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમના નિધનથી ઈસરોના વૈજ્ઞાનિકોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

તમિલનાડુના અરિયાલુરના વતની વલારામથીનું શનિવારે સાંજે નિધન થયું હતું. રાજધાની ચેન્નાઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. આ વર્ષે ર૩ ઓગસ્ટે ચંદ્રયાન-૩ જે ચંદ્રના ઉત્તર ધ્રુવ પર ઉતર્યું હતું, તેને ૧૪ જુલાઈએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ માટે કાઉન્ટડાઉન વલરામથીના અવાજ આપવામાં આવ્યું હતું.

ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડો. પી.વી. વેંકટકૃષ્ણએ વલારમથીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી હરિકોટાથી ઈસરોના ભાવિ મિશનના કાઉન્ટડાઉન માટે હવે વલારમથીનો અવાજ સંભાળશે નહીં, એમ તેમણે જણાવ્યું હતું. ચંદ્રયાન-૩ તેમનું છેલ્લું કાઉન્ટડાઉન હતું. તેમણે કહ્યું કે, વલારમથીના નિધનના સમાચારથી તેઓ ખૂબ જ દુઃખી છે. સાથે જ લોકો સોશિયલ મીડિયા પર પણ પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

ઈસરોની પ્રિ-લોન્ચ કાઉન્ટડાઉન ઘોષણાઓ પાછળ વલારમથીનો અવાજ હતો અને તેમણે છેલ્લી જાહેરાત ૩૦ જુલાઈના કરી હતી, જ્યારે પીએસએલવી-સીપ૬ રોકેટ વ્યાપારિક મિશનના ભાગરૃપે ૭ સિંગાપોરી ઉપગ્રહોને લઈને રવાના થયું હતું. તે છેલ્લા છ વર્ષથી તમામ લોન્ચ માટે કાઉન્ટડાઉન જાહેરાતો કરતા હતાં. ૬૧ વર્ષની ઉંમરે શનિવારે સાંજે કાર્ડિયાક અરેસ્ટને કારણે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. તેઓ થોડા સમયથી અસ્વસ્થ પણ હતાં.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0