કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે સુપ્રીમમાં અપીલ દાખલ કરી હતી. આ અરજીમાં શું લખવામાં આવ્યું છે તેની માહિતી બહાર આવી રહી છે. અરજીમાં સુરત ટ્રાયલ કોર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે સુપ્રીમમાં અપીલ દાખલ કરી હતી. આ અરજીમાં શું લખવામાં આવ્યું છે તેની માહિતી બહાર આવી રહી છે. અરજીમાં સુરત ટ્રાયલ કોર્ટના સજાના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કરતા ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. રાહુલ ગાંધીની અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો અરજદારને આ મામલે રાહત નહીં આપવામાં આવે તો તેમની કારકિર્દીના આઠ વર્ષ બરબાદ થઈ જશે. કારણ કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(3) હેઠળના કોઈપણ ગુનામાં દોષિત અને બે વર્ષની જેલની સજા પામેલી વ્યક્તિ જેલની સજા અને સજા ભોગવ્યા પછી પણ આગામી છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણાશે. આ રીતે, અમારે કુલ 8 વર્ષ સુધી રાજકારણથી દૂર રહેવું પડશે. આવી સ્થિતિમાં એક મોટો સવાલ એ ઊભો થાય છે કે જો રાહુલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં મળે તો 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું શું થશે?
સમગ્ર મામલો જાણો
વાસ્તવમાં આ મામલો 2019માં શરૂ થયો હતો જ્યારે 23 માર્ચે સુરતની CJM કોર્ટે રાહુલ ગાંધી દ્વારા મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. જો કે, કોર્ટે નિર્ણયને લાગુ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો.

જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે- બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે? જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાહુલ વિરુદ્ધ આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
કેસ નોંધ્યાના ચાર વર્ષ બાદ 23 માર્ચે કોર્ટે રાહુલને આ કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને તેને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. બીજા જ દિવસે રાહુલની લોકસભાની સદસ્યતા પણ રદ્દ કરવામાં આવી હતી. જે બાદ રાહુલે પોતાનું સરકારી ઘર પણ ખાલી કરવું પડ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ તેને લોકશાહી પર હુમલો ગણાવ્યો હતો.
બીજી એપ્રિલે રાહુલે નીચલી કોર્ટના આ ફેંસલાની સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારબાદ મે મહિનામાં રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે તેમને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. તાજેતરમાં હાઈકોર્ટે પણ આ મામલે પોતાનો ચુકાદો આપતા રાહુલની અરજી ફગાવી દીધી હતી અને કોર્ટે પણ રાહુલને ફટકાર લગાવી હતી.


COMMENTS