વીડિયો: સુરતની સલાબતપુરા પોલીસે પતંગ પર્વને લઈ જાગૃતિ લાવવા લોકોને વિતરણ કર્યા નેક સેફ્ટી બેલ્ટ

HomeGujarat

વીડિયો: સુરતની સલાબતપુરા પોલીસે પતંગ પર્વને લઈ જાગૃતિ લાવવા લોકોને વિતરણ કર્યા નેક સેફ્ટી બેલ્ટ

સલાબતપુરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને પોલીસ સ્ટાફને નેક સેફટી બેલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ સ્ટાફ

જમ્મુ-કાશ્મીરઃ પૂંચમાં સેનાના બે જવાનો તણાયા, કરી રહ્યા હતા નદીને પાર, રેસ્ક્યુ ઓપરેશન જારી 
બળવો કરનારા અજીત પવાર, પ્રફૂલ્લ પટેલ, છગન ભૂજબળ સહિતનાં તમામ નેતાઓને NCPમાંથી હાંકી દેવાયા
PM મોદીએ 70 હજારથી વધુ યુવાનોને આપી રોજગારની ભેટ, કહ્યું,”લોકોના હિતમાં કામ કરજો”

સલાબતપુરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને પોલીસ સ્ટાફને નેક સેફટી બેલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ સ્ટાફ દ્રારા સમાજના લોકોમાં જાગૃતિ લાવવા માટે પતંગ ઉપર પશુ-પંખીઓના ફોટા સાથેના અલગ-અલગ પેમ્પલેટ લગાડી ચાઇનીઝ દોરી/ટુક્કલ, કાચ સાથે પકવેલ માંઝાનો ઉપયોગ ન કરવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો.

સિંગાપુરીની વાડી સામે રીંગરોડ ઉપર પોલીસ સ્ટાફ સાથે હાજર રહી રોડ ઉપરથી પસાર થતા સામાન્ય લોકોમાં જાગૃતિ લાવવા તેમજ તહેવાર દરમિયાન લોકોની સેફટી માટે નેક સેફટી બેલ્ટ પહેરાવી, તારનું વિતરણ કરવામાં આવ્યું તથા પોલીસ હેલ્પલાઇન નંબર-૧૦૦, મેડીકલ હેલ્પલાઇન નંબર-૧૦૮, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર-૧૦૯૮, સાઇબર હેલ્પલાઇન નંબર-૧૯૩૦ અંગે પોલીસ સ્ટાફ દ્રારા હાથમાં પતંગ રાખી પતંગ ઉપર સ્ટીકર લગાવી સામાન્ય લોકોને આ હેલ્પલાઇન નંબર વિશે જાગૃત કરવામાં આવેલ હતા.
જૂઓ વીડિયો….

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1