સુરતમાં બિલ્ડીંગના અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન વખતે માટી ધસી પડતાં 3 દબાયાં, 1નું મોત

HomeGujarat

સુરતમાં બિલ્ડીંગના અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન વખતે માટી ધસી પડતાં 3 દબાયાં, 1નું મોત

સુરતના સરથાણા-ગઢપુર વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડીંગના ચાલી રહેલા બાંધકામ વખતે અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન દરમિયાન માટી ધસી પડવાના કારણે ત્રણ મજૂરો દટાઈ ગયા

ગુજરાતના કંગાળ પ્રાથમિક શિક્ષણનો રાજ્યના જ એક સનદી અધિકારીએ ફોડી નાંખ્યો ભાંડો
મોરબી: એક મકાન માંથી જુગાર રમતા ૯ જણા ઝડપાયા
સુરત BRTSમાં અકસ્માતોને લઈ મેયર દક્ષેશ માવાણી એક્શન મોડમાં, એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની તૈયારી

સુરતના સરથાણા-ગઢપુર વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડીંગના ચાલી રહેલા બાંધકામ વખતે અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન દરમિયાન માટી ધસી પડવાના કારણે ત્રણ મજૂરો દટાઈ ગયા હતા. જે પૈકી એક મજૂરનું મોત નિપજ્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિગતો મુજબ સરથાણા-ગઢપુર નજીક બિલ્ડર આશિષ પટેલ દ્વારા હાઈરાઈઝ બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ચોમાસા પહેલાં ડોબરા ખોધવામાં આવ્યા છે અને ઝડપથી કામ પૂર્ણ કરવામાં આવે તે ઈરાદા સાથે ખોદકામને જલ્દી પુરો કરવા માટે મજૂરોને કામ લગાડવામાં આવ્યા હતા.

આજે સાંજે અચાનક માટી ધસી પડવાના કારણે ત્રણ મજૂરો દટાઈ ગયા હતા. જે પૈકી મહોમ્મદ ઝાકીર નામના મજૂરનું મોત નિપજ્યું હતું જ્યારે લાલાભાઈ અને અંશુભાઈને ઈજા પહોંચી હતી. બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હાઈરાઈઝ બિલ્ડીગનું નિર્માણ બિલ્ડર આશિષ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે જ્યારે કોન્ટ્રાક્ટર તરીકે આશિષ પટોડીયા હોવાનુ જાણવા મળી રહ્યું છે.

ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ પણ સરથાણા પહોંચી હતી અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1