સુરત BRTSમાં અકસ્માતોને લઈ મેયર દક્ષેશ માવાણી એક્શન મોડમાં, એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની તૈયારી

HomeGujarat

સુરત BRTSમાં અકસ્માતોને લઈ મેયર દક્ષેશ માવાણી એક્શન મોડમાં, એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની તૈયારી

સુરતનાં કતારગામ વિસ્તારમાં થયેલા અક્સ્માત બાદ સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. BRTS રુટ પર અક્સ્માતોનો સિલસિલો અટકતો નથી ત્યારે પાલિકાએ BRTS

ગુજરાતમાં ડિસેમ્બરના અંતથી બીજી જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની શક્યતા
દાઉદી વ્હોરા સમાજના વડા ધર્મગુરુ તરીકે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનની મોટી જીત, દાઈ તરીકે સૈયદના મુફદ્દલ જ રહેશે
15 કિમી દુર સુધી નહીં આવવું પડે, સુરત મહાનગરપાલિકા સચિનમાં શરુ કરશે 50 બેડની હોસ્પિટલ

સુરતનાં કતારગામ વિસ્તારમાં થયેલા અક્સ્માત બાદ સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. BRTS રુટ પર અક્સ્માતોનો સિલસિલો અટકતો નથી ત્યારે પાલિકાએ BRTS બસોનું સંચાલન કરી રહેલી એજન્સીને બ્લેટ લિસ્ટ કરવાની તૈયારી કરી લીધી છે. 

સુરતના મેયર દક્ષેશ માવાણીએ પત્રકારોને બ્રિફિંગ આપતા જણાવ્યું કે સુરતમાં સિટ બસ સેવાનો ઈજારો ધરાવતી એજન્સી પૈકી ગ્રીન સેલ એજન્સીને અગાઉ શો-કોઝ નોટીસ આપવામાં આવી હતી અને અઠવાડિયામાં જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી એજન્સીએ પાલિકાની નોટીસનો કોઈ જવાબ આપ્યો નથી, જેથી કરીને હવે એજન્સીને નોટીસ આપી બ્લેક લિસ્ટ કેમ કરવામાં નહીં આવે તે માટે નોટીસ આપવામાં આવી છે. 

અત્રે નોંધનીય છે કે કતારગામમાં થયેલા અક્સ્માત બાદ સુરત મહાવનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. કેટલાક નિયમોને કડક બનાવવામાં આવ્યા છે. પરંતુ ચર્ચા મુજબ આ નિયમોનું હવે કેટલા ટકા અસરકારક પાલન થશે તે મહત્વનું બની રહ્યું છે. 

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0