એલર્ટ ન્યૂઝ ઈમ્પેક્ટ: BUC વિના હેતુફેર કરીને ધમધમતી સુરતની બાલાજી માર્કેટને સીલ મરાયું

HomeGujarat

એલર્ટ ન્યૂઝ ઈમ્પેક્ટ: BUC વિના હેતુફેર કરીને ધમધમતી સુરતની બાલાજી માર્કેટને સીલ મરાયું

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી બાલાજી માર્કેટ BUC અને હેતુફેર કરીને ધમધમી રહી હતી અને લોકો માટે જોખમી બની જતાં તેની સામે સુરત મહાન

રાહત: ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં લીટરે 56 પૈસાનો ઘટાડો
મહા ઠગ કિરણ પટેલને જામીન મળ્યા, ચાર્જશીટમાંથી બિનજામીનપાત્ર કલમ હટાવી દેવામાં આવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અધિકારીઓને કહ્યું, “સારું કાર્ય કરો સરકાર તમારી પડખે ઉભી રહેવા તૈયાર”

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી બાલાજી માર્કેટ BUC અને હેતુફેર કરીને ધમધમી રહી હતી અને લોકો માટે જોખમી બની જતાં તેની સામે સુરત મહાનગરપાલિકાને ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગેનો અહેવાલ એલર્ટ ન્યૂઝ દ્વારા પ્રસિદ્વ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે તાબડતોડ પગલા ભરીને કાર્યવાહી કરી છે અને માર્કેટની સીલ કરી દેવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાને અરજદારે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા વોર્ડ નં,4,નોંધ નં,2149,થી 2158,સુધી તથા 2190 જમીન બાલાજી માર્કેટ તરીકે ઓળખાય છે. આ માર્કેટમાં સુરત મહાનગરપાલિકાની પરવાનગી વિના હેતુફેર કરી BUC અને હેતુફેર સાથે ગેરકાયદેસર વપરાશ શરૂ કરવામાં આવ્યો છે. માર્કેટનો અવર જવરનો રસ્તો પણ એકજ હોવાથી આગ જેવી કોઈ મોટી ધટના બનશે તો નિર્દોષ લોકોએ પોતાની જાન ગુમાવવાની નોબત આવી શકે છે.

અરજદારની ફરિયાદ મુજબ બાલાજી માર્કેટનું બાંધકામ કરનાર બિલ્ડરે BUC વિના અને હેતુફેર કરીને માર્કેટ તાણી દીધી હતી. હાલમાં જ ગુજરાતનાં રાજકોટમાં આગ જેવી મોટી ગોઝારી ઘટના બની હતી અને એમાં માસુમ બાળકો સહિત 28 લોકોએ પોતાની જાન ગુમાવી હતી આ માર્કેટમાં ન કરે નારાયણ અને કોઈ મોટો અનિચ્છનીય બનાવ બને તો લોકોના જાન માલને નુકશાન થવાની આશંકા નકારી શકાતી નથી.

અરજદારના જણાવ્યા પ્રમાણે બાલાજી માર્કેટને રેસિડન્સની પરમીશન આપવામાં આવી છે પણ માર્કેટ ચણીને કોમર્શિયલી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી રીતે હેતુફેર કરીને માર્કેટ શરુ કરીને બિલ્ડરને લોકોના જાન માલ સાથે રમત રમવાનો એક રીતે પરવાનો આપી દેવામાં આવ્યો છે કે કેમ તેવો પ્રશ્ન પણ ઉભો થઈ રહ્યો છે.

મહત્વની બાબત એ છે કે માર્કેટની દુકાનોને સીલ કરી દેવામાં આવી છે પરંતુ માર્કેટના મેઈન ગેટને ખૂલ્લો રાખવામાં આવ્યો છે. મતલબ કે માર્કેટના મેઈન ગેટને સીલ કરવામાં આવ્યું નથી. આને લઈને સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરની ભૂમિકા બેવડાધોરણોવાળી હોવાની ચાડી ખાય છે. એલર્ટ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્વ કરાયો ત્યાં સુધી તંત્રે બાલાજી માર્કેટ તરફ દુર્લક્ષ્ય સેવ્યું હોવાની વાત પણ ગંભીર બની રહે છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1