રાહત: ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં લીટરે 56 પૈસાનો ઘટાડો

HomeGujarat

રાહત: ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં લીટરે 56 પૈસાનો ઘટાડો

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તુ થયું છે. દેશમાં સવારે ૬ વાગ્યે ઈંધણના ભાવમાં સુધારો થતાં ફેરફાર થાય છે ત્યારે દેશની ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ પેટ્રોલ અ

મુંબઈમાં વિપક્ષની બેઠક પર સૌની નજર; એજન્ડામાં 2024ની ચૂંટણી માટે ગઠબંધનનો લોગો, બેઠકોની વહેંચણી
અમેરિકાના સંખ્યાબંધ શહેરોમાં જાહેર થયું હીટ સ્ટ્રોક લોકડાઉનઃ દિવસે ઘરમાં જ રહેવા આદેશ
કેરળમાં કોરોના વાયરસના 300 નવા કેસ, 3ના મોત; દેશભરમાં 2,669 સક્રિય કેસ

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તુ થયું છે. દેશમાં સવારે ૬ વાગ્યે ઈંધણના ભાવમાં સુધારો થતાં ફેરફાર થાય છે ત્યારે દેશની ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. જે મુજબ નવા ભાવ શું છે તે જાણી લો. દેશવાસીઓ લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ જોઈ રહ્યા છે. લાંબા સમયથી સંકેત મળી રહ્યા હતાં કે પેટ્રોલ-ડીઝલના ભાવ અુકંશમાં આવશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે લગભગ ૬ વાગ્યે ડબલ્યુટીઆઈ ક્રૂડ લગભગ ફ્લેટ રહ્યું હતું અને ભાવમાં ઘટાડો આવ્યો છે. ઓઈલ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ભાવ વિશે વાત કરીએ તો ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ૬ પૈસાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે મધ્યપ્રદેશમાં પેટ્રોલ ૩૦ અને ડીઝલ ર૮ પૈસા સસ્તુ થયું છે. આ સિવાય કોઈ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. બીજી તરફ મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ પર પૈસા મોંઘુ થયું છે. પંજાબમાં પેટ્રોલ રર પૈસા અને ડીઝલ ર૧ પૈસા મોંઘુ થયું છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0