hacklink hack forum hacklink film izle hacklink สล็อตHoliganbetmostbetaviator gameyushacasinolevantjojobetmatadorbetbetciojojobetbetcio

પ્રથમ 6 મહિનામાં જ ચાલુ વર્ષે 87 હજારથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા કેમ છોડી? જાણો કયાં રહેવા ગયા?

HomeCountry

પ્રથમ 6 મહિનામાં જ ચાલુ વર્ષે 87 હજારથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા કેમ છોડી? જાણો કયાં રહેવા ગયા?

સંસદમાં પ્રશ્નોતરી દરમિયાન સરકારે સ્વીકાર્યું કે પાંચ વર્ષમાં આઠ લોકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું છે, અને વર્ષ-ર૦ર૩ ના પ્રથમ છ મહિનમાં જ ૮૭ હજારથી વધુ

વિપક્ષી મહાગઠબંધન I.N.D.I.A. નાં 21 સાંસદોનું પ્રતિનિધિ મંડળ મણીપુરની મુલાકાતે
સીમી પર પ્રતિબંધ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ નહીં કરે સુનાવણી, કહ્યું,”370 પર ચાલી રહેલી સુનાવણી બાદ આવો”
વિપક્ષનું રાવણું વધ્યું, બેંગલુરુની બેઠકમાં 24 પક્ષો ભાગ લેશે, નવા પક્ષો પર એક નજર

સંસદમાં પ્રશ્નોતરી દરમિયાન સરકારે સ્વીકાર્યું કે પાંચ વર્ષમાં આઠ લોકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું છે, અને વર્ષ-ર૦ર૩ ના પ્રથમ છ મહિનમાં જ ૮૭ હજારથી વધુ નાગરિકોએ ભારતીય નાગરિકત્વ છોડી દીધું છે, જેઓ વિશ્વના જુદા જુદા દેશોમાં રહેવા ગયા છે અને આ સ્થળાંતરના કારણો અંગે વિશ્લેષ્ણો થઈ રહ્યા છે.

ચાલુ કેલેન્ડર વર્ષ ર૦ર૩ લગભગ અડધું પુરું થઈ ગયું છે અને ૮૭ હજારથી વધુ ભારતીયો તેમની નાગરિકતા છોડીને અન્ય દેશોમાં સ્થાયી થયા છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા ખૂબ જ ચિંતા દર્શાવે છે, જે દરમિયાન ૮ લાખથી વધુ લોકોએ ભારત છોડવાનો નિર્ણય કર્યો સરકારનું કહેવું છે કે આ લોકો વ્યક્તિગત કારણોસર દેશની નાગરિકતા છોડી રહ્યા છે.

સવાલ એ છે કે દેશવાસીઓ આટલી મોટી સંખ્યામાં ભારત કેમ છોડી રહ્યા છે અને તેઓ કયાં નવા વસવાટ બનાવી રહ્યા છે. રાજ્યસભામાં સાંસદ સંદીપ કુમાર પાઠક વતી ચાર પ્રશ્નો પુછવામાં આવ્યા હતાં. પ્રથમ, છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય નાગરિકતા છોડીને અન્ય દેશોની નાગરિકતા લેનારા લોકોની સંખ્યા અને દેશોની યાદી કેટલી છે., બીજું તેમાંથી કેટલા ઉદ્યોગપતિ હતાં. ત્રીજું શું સરકારે કોઈ અભ્યાસ કર્યો છે કે આ લોકો શા માટે દેશ છોડીને જઈ રહ્યા છે અને જો એમ હોય તો તેના મુખ્ય કારણો શું છે. ચોથું નાગરિકત્વનો ત્યાગ કરનારાઓના વ્યવસાયનો હિસાબ.

સરકાર તરફથી રાજ્ય મંત્રી વી. મુરલીધરને માહિતી આપી કે આ વર્ષે જૂન ર૦ર૩ સુધી એટલે કે માત્ર ૬ મહિનામાં ૮૭ હજાર ર૬ લોકોએ ભારતની નાગરિકતાનો ત્યાગ કર્યો છે. તેમણે આંકડા જાહેર કર્યા કે ર૦૧૮માં (૧ લાખ ૩૪ હજાર પ૬૧), ર૦૧૯ માં (૧ લાખ ૪૪ હજાર ૧૭), ર૦ર૦ માં (૮પ હજાર રપ૬) ર૦ર૧ માં (૧ લાખ ૬૩ હજાર ૩૭૦), ર૦રર માં (ર લાખ રપ હજાર ૬ર૦) લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી  છે. સાથે જ તેમણે જણાવ્યું કે ર૦૧૧ માં (૧ લાખ રર હજાર ૮૧૯), ર૦૧ર માં (૧ લાખ ર૦ હજાર ૯ર૩), ર૦૧૩ માં (૧ લાખ ૩૧ હજાર ૪૦પ), ર૦૧૪માં (૧ લાખ ર૯ હજાર ૩ર૮), ર૦૧પ માં (૧ લાખ ૩૧ હજાર ૪૮૯), ર૦૧૬ માં (૧ લાખ ૪૧ હજાર ૬૦૩) અને ર૦૧૭ માં (૧ લાખ ૩૩ હજાર ૪૯) લોકોએ ભારતની નાગરિકતાનો ત્યાગ કર્યો.

મીડિયા રિપોર્ટ અનુસાર આ અંગે ઘણાં વિશ્લેષણો થઈ રહ્યા છે અને નિષ્ણાતો આ માટે ઘણાં કારણો આપે છે તેઓ માને છે કે કારકિર્દી, જીવનની ગુણવત્તા, શિક્ષણ માટેની સારી તકો, સારી આરોગ્યસંભાળ, સ્વચ્છ હવા જેવા ઘણા કારણો હોઈ શકે છે. ઉપરાંત અન્ય ઘણા દેશોથી વિપરીત, ભારત બેવડી નાગરિકતાને મંજુરી આપતું નથી., આવી સ્થિતિમાં વિદેશી નાગરિકતા મેળવનારા ભારતીયોએ ઔપચારિક રીતે તેમની ભારતીય નાગરિકતા છોડી દેવી પડશે.

જો કે આ સિવાય પણ ઘણા કારણો ગણાય છે. ભારત છોડયા બાદ યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકા (યુએસએ) લોકોની પ્રથમ પસંદગી અને ગંતવ્ય જણાય છે. આ પછી, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, ઈટાલી, ન્યુઝીલેન્ડ, જર્મની, સિંગાપોર, નેધરલેન્ડ અને સ્વીડનમાં આ પાંચ વર્ષમાં સૌથી વધુ ભારતીયો નોંધાયા છે. સરકારે રાજ્યસભામાં આને લગતા આંકડા પણ રજૂ કર્યા છે. ખાસ વાત એ છે કે ભારત છોડ્યા બાદ લોકો ચીનને પણ પોતાના નવા ડેસ્ટિનેશન તરીકે પસંદ કરી રહ્યા છે.

આ પાંચ વર્ષમાં ર હજાર ૪૪ર લોકોએ ચીનની નાગરિકતા પસંદ કરી છે. હાલમાં ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી પર તણાવ ચાલુ છે. આ સિવાય ર૦ર૦ થી ભારતના લોકો પણ પાકિસ્તાન તરફ વળ્યા છે. અહીં ર૦ર૦ માં ૭, ર૦ર૧ માં ૪૧, ર૦રર માં ૧૩ જુન ર૦ર૩ સુધીમાં ૮ લાખ લોકોએ નાગરિકતા લીધી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0