ઈઝરાયલ સાથે જોર્ડને પણ રાજદ્વારી સંબંધો ખતમ કર્યા છે, અને ગાઝામાં નિર્દોષ લોકોની હત્યાનો આરોપ મૂક્યો છે. વિદેશમંત્રી અયમાન અલ-સફાદીએ ઈઝરાયેલથી રાજદૂત
ઈઝરાયલ સાથે જોર્ડને પણ રાજદ્વારી સંબંધો ખતમ કર્યા છે, અને ગાઝામાં નિર્દોષ લોકોની હત્યાનો આરોપ મૂક્યો છે. વિદેશમંત્રી અયમાન અલ-સફાદીએ ઈઝરાયેલથી રાજદૂત રસન અલ-મજાલીને અમ્માન પાછા ફરવા કહ્યું એક નિવેદન જારી કરીને જોર્ડનના વિદેશ મંત્રીએ કહ્યું કે ગાઝા પર ઈઝરાયેલના ભડકાઉ યુદ્ધને નકારી કાઢવામાં આવે અને તેની આકરી ટીકા થવી જોઈએ.
ગાઝાપટ્ટીમાં ઈઝરાયેલના હુમલામાં નાગરિકોના મોતના વિરોધમાં જોર્ડને પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા છે. વિદેશમંત્રી અયમાન અલ-સફાદીએ ઈઝરાયેલથી તેમના રાજદૂત રસન અલ-મજાલીને અમ્માન પાછા ફરવા કહ્યું છે.
એક નિવેદન જારી કરીને જોર્ડનના વિદેશી મંત્રીએ કહ્યું કે ગાઝા પર ઈઝરાયેલના ભડકાઉ યુદ્ધને નકારી કાઢવામાં આવે અને તેની આકરી ટીકા થવી જોઈએ. તેમણે ઈઝરાયલ પર મોટો આરોપ મૂકતાં કહ્યું કે ઈઝરાયેલ નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યું છે અને ભયાવહ માનવતાવાદી વિનાશનું કારણ બની રહ્યું છે.
જોર્ડને ઈઝરાયલના વિદેશ મંત્રાલયને તેના રાજદૂત રોજેલ રાચમેન (જેમને જોર્ડનમાં સુરક્ષાના જોખમોને કારણે અસ્થાયી ધોરણે ઈઝરાયેલ પરત બોલાવવામાં આવ્યા હતાં) ને અમ્માન પરત ન આવવા માટે પણ જણાવ્યું હતું.
જોર્ડનના વિદેશમંત્રીના નિવેદન અનુસાર રાજદૂતોની વાપસી ઈઝરાયેલ ગાઝા પરના તેના યુદ્ધને અટકાવવા અને તે માનવતાવાદી વિનાશનું કારણ બની રહી છે તેવા તમામ પગલાંને રોકવા સંબંધિત હશે. જેમાં પેલેસ્ટિનિયનોને તેમના ખોરાક, પાણી, દવા અને સલામત રહેવાના અન્ય અધિકારોથી વંચિત કરી દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે જોર્ડન પહેલા કોલંબિયા અને ચિલીએ પણ ઈઝરાયેલમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવ્યા હતાં. બોલિવિયાએ મંગળવારે રાત્રે ઈઝરાયેલ સાથે તમામ રાજદ્વારી સંબંધો ખતમ કરવાની જાહેરાત કરી હતી.
COMMENTS