તકલાદી બાંધકામ: સુરત મનપાનાં સેન્ટ્રલ ઝોનનાં RTI વિભાગ પર ઝળુંબતું મોત, સ્લેબના કાંગરા ખરી પડ્યા, કર્મચારીઓ ભયનાં ઓથાર હેઠળ

HomeGujarat

તકલાદી બાંધકામ: સુરત મનપાનાં સેન્ટ્રલ ઝોનનાં RTI વિભાગ પર ઝળુંબતું મોત, સ્લેબના કાંગરા ખરી પડ્યા, કર્મચારીઓ ભયનાં ઓથાર હેઠળ

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનનાં ચોથો માળે આવેલી જાહેર માહિતી વિભાગ (આરટીઆઈ)ના કર્મચારીઓનાં માથે પર મોત ભમી રહ્યું છે. નવી સવી ઈમારતના સ્લેબમાં કા

ચંદ્રયાન-3 રોવરે ચંદ્રની સપાટી પર સલ્ફર અને ઓક્સિજન શોધી કાઢ્યું, હાઇડ્રોજનની શોધ ચાલુ : ઈસરો
“ટૂંક સમયમાં અમે અલવિદા કહીશું…”: ટ્વિટર બ્રાન્ડ, લોગોને લઈ એલન મસ્કનો મોટો ધડાકો
ગુજરાતના 50 તાલુકાઓમાં વરસાદનાં એંધાણ: ગોધરામાં ચાર કલાકમાં ચાર ઈંચ

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનનાં ચોથો માળે આવેલી જાહેર માહિતી વિભાગ (આરટીઆઈ)ના કર્મચારીઓનાં માથે પર મોત ભમી રહ્યું છે. નવી સવી ઈમારતના સ્લેબમાં કાંગરા ખરી પડ્યા છે. કુદરતનો કરિશ્મો કે કર્મચારીઓના આ ઘટનામાં એક રીતે જોવા જઈએ તો આબાદ બચાવ થયો છે.

હકીકત એવી છે કે સુરત પાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના બાંધકામને હાલ કેટલાક વર્ષો જ થયા છે. બહુ ટૂંકા વર્ષોમાં જ બિલ્ડીંગનાં સ્લેબ બિસ્માર સ્થિતિમાં આવી ગયા છે. તાજેતરમાં જ આરટીઆઈ ઓફિસનો સ્લેબનાં કાંગરા તૂટીને ખુરશી તથા ટેબલ પર ધડામ કરીને પડ્યા હતા. સદ્દનસીબ કે તે સમયે ઓફિસમાં કર્મચારીઓ હતા નહીં નહિંતર મોટી દુર્ઘટના સર્જાઈ જવાની આશંકા રહી હોત.

ઘટનાને લઈ હવે કર્મચારીઓનાં જીવ તાળવે ચોંટી ગયા છે. ઓફિસ વર્ક દરમિયાન જર્જરિત થઈ ગયેલા બાંધકામનાં કારણે કર્મચારીઓના જીવ પડીકે બંધાયેલા જોવા મળે છે. ભયના ઓથાર હેઠળ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

હવે મહત્વનો પ્રશ્ન એ થાય છે કે બહુ ટૂંકા સમયગાળા દરમિયાન આરટીઆઈ ઓફિસનો સ્લેબ કેવી રીતે કડડભૂસ થઈ રહ્યો છે? ઓફિસ સ્ટાફને આ અંગે પૂછવામાં આવતા તેઓ કોઈ જવાબ આપવાની સ્થિતિમાં ન હતા. નિષ્ણાતોનું કહેવું છે કે સ્લેબનાં કાંગરા ખરી પડવાની ઘટના બાંધકામની ગુણવત્તા અને તકલાદી મટીરીયલના ઉપયોગ તરફ શંકાની આંગળી ચિંધે છે. આમાં તપાસ કરવામાં આવે તો મોટી ટેક્નિકલ ખામી ઉપરાંત બાંધકામ કરનારા કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી લાલિયાવાડી પર પડદો ઉઠી શકે એમ છે. કોન્ટ્રાક્ટરે બાંધકામમાં લાલિયાવાડી ચલાવી હોય તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરી પગલા ભરવા માટે પણ માંગ ઉઠી રહી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0