નેપાળમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપઃ 150થી વધુના મોત, અનેક મકાનો થયા ધરાશાયી

HomeInternational

નેપાળમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપઃ 150થી વધુના મોત, અનેક મકાનો થયા ધરાશાયી

નેપાળમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ થતા 150થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને 140થી વધુ ઘાયલ થયા છે. અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણ

હેટ સ્પીચ કેસમાં આઝમ ખાનને મોટો ફટકો, રામપુર કોર્ટે દોષિત જાહેર કરી બે વર્ષની સજા,
સુરત: બોગસ સાયન્ટિસ્ટ મિતુલ ત્રિવેદીએ મોબાઈલમાં જ ઈસરો સંબંધિત બોગસ સર્ટિફેકટ કર્યા હતા તૈયાર 
PM નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર વાતચીત, આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ

નેપાળમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ થતા 150થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને 140થી વધુ ઘાયલ થયા છે. અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણાં રાજ્યોમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

નેપાળમાં ગઈકાલે રાત્રે 11.32 કલાકે 6.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 150 થી વધુ લોકોના મોત થયા છે. નેપાળમાં બે જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થયા છે, જેમાંથી પશ્ચિમ રૃકુમ અને  જાજરકોટનો સમાવેશ થાય છે.

આ ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી 331 કિમી ઉત્તર-પશ્ચિમમાં 10 કિમી ભૂગર્ભમાં હતું. ડીઆઈજી કુવીર કદયતેને મૃત્યુની પુષ્ટિ કરી છે. કાઠમંડુ પોસ્ટ અનુસાર ભૂકંપમાં અત્યાર સુધીમાં 140 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

આ ભૂકંપની અસર ભારતમાં પણ જોવા મળી હતી. દિલ્હી, હરિયાણા, પંજાબ, નોઈડા, ગાઝિયાબાદ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશના ભોપાલ, ગ્વાલિયર, જબલપુર, સતના અને રીવામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રાજ્યના અગર માલવા અને મોરેન જિલ્લાના કેટલાક ભાગોમાં પણ ધરતીના આંચકા અનુભવાયા હતાં. પ્રાથમિક માહિતી મુજબ રાજ્યમાં કોઈ નુકસાનની કોઈ માહિતી નથી.

બિહારમાં પટના, અરાહ, દરભંગા, ગયા, વૈશાલી, ખાગરિયા, સિવાન, બેતિયા, બકસર, બગાહા, નાલંદા, નવાદા, સહિત 11 જિલ્લાઓમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતાં. ભૂકંપ દરમિયાન લગભગ એક મિનિટ સુધી પૃથ્વી ધ્રુજતી રહી. આફટરશોકસ પણ ઘણી વખત અનુભવાયા હતાં. સીતામઢી, મધુબની, સુપૌલ અને દરભંગાના કેટલાક વિસ્તારો ઝોન-5 માં આવે છે.,જે અત્યંત જોખમી છે. રાજધાની પટના સહિત બિહારનો બાકીનો ભાગ ઝોન ૪માં આવે છે. જ્યાં ભૂકંપનું જોખમ ઓછું છે.

રાજધાની લખનૌ, ગાઝિયાબાદ, આગ્રા, કાસગંજ સહિત યુપીના અનેક જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ગાઝીયાબાદમાં ભૂકંપના આંચકા પંદર સેકન્ડથી વધુ સમય સુધી અનુભવાયા હતાં.

નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડે ત્રણેય સુરક્ષા એજન્સીઓને બચાવ કામગીરીમાં જોડાવા સૂચના આપી છે. ભારતે આ ઘટના બદલ દુઃખ વ્યકત કર્યું છે અને મદદની તત્પરતા દર્શાવી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0