જુલાઈ મહિનાની શરૂઆત એન્ટરટેઈન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે ખાસ કંઈ સારી નથી થઈ, કારણ કે સંગીતની દુનિયામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પંજાબી લોક ગ
જુલાઈ મહિનાની શરૂઆત એન્ટરટેઈન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે ખાસ કંઈ સારી નથી થઈ, કારણ કે સંગીતની દુનિયામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પંજાબી લોક ગાયક રણજીત સિદ્ધુએ આત્મહત્યા કરી લીધી છે.
આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર ગઈકાલે રાતના રેલવે ટ્રેક પાસે પોલીસને એક મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસની તપાસમાં આ મૃતદેહ અન્ય કોઈનો નહીં પણ પંજાબી સિંગર રણજીત સિદ્ધુનો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. મળી રહેલી માહિતી અનુસાર આ સિંગરે સગા-સંબંધીઓથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.
રણજીત સિદ્ધુના આત્મહત્યા કેસમાં જીઆરપી એસઆઈનું નિવેદન પણ સામે આવ્યું છે. મળેલી માહિતી અનુસાર જીઆરપી અને એસઆઈ જગવિંદર સિંહ અને નરદેવ સિંહે જણાવ્યું કે પોલીસને ગઈકાલે રાત્રે રેલવે ટ્રેક પાસે એક મૃતદેહ મળ્યો હતો. તપાસ કરચતાં તો ખબર પડી કે આ લાશ બીજા કોઈની નહીં પણ નછત્તર સિંહના પુત્ર રણજીત સિંહની છે. આ ઉપરાંત રણજીત સિદ્ધુની પત્નીનું નિવેદન પણ સામે આવ્યું છે.
સિંગરની પત્નીનો આરોપ છે કે પતિનો સંબંધીઓ સાથે ઝઘડો ચાલતો હતો. તેના સંબંધીઓ તેને સતત ત્રાસ આપતા હતા. સ્વજનોથી કંટાળીને જ રણજીતે આપઘાત કર્યો હતો. રણજીત સિદ્ધુની પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે રણજિતે થોડાં સમય પહેલાં જ તેની પુત્રીના લગ્ન કર્યા હતા.
ત્યારથી તેના સંબંધીઓ સાથે તેમના ઝઘડા ચાલી રહ્યા હતા અને આ ઝઘડાંથી કંટાળીને જ તેમણે આત્મહત્યા કરી લીધી હતી. હાલ તો પોલીસે આ મામલે કેસ નોંધી લીધો છે અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.
COMMENTS