કર્ણાટકમાં ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજ્યની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) એ બેંગલુરુમાં પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી
કર્ણાટકમાં ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજ્યની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) એ બેંગલુરુમાં પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ સાથેના સંયુક્ત ઓપરેશનમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણીની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે. તેમની ઓળખ સૈયદ સુહેલ, ઉમર, જાનિદ, મુદાસિર અને ઝાહિદ તરીકે થઈ છે.
બેંગલુરુમાં બ્લાસ્ટ પ્લાન
પોલીસને શંકા છે કે આ શંકાસ્પદ આતંકવાદીઓએ બેંગલુરુમાં વિસ્ફોટ કરવાની યોજના બનાવી હતી. આ પાંચેય 2017ના હત્યા કેસમાં આરોપી હતા. અધિકારીઓનું માનવું છે કે તેમને સરહદ પારથી હથિયારો સપ્લાય કરવામાં આવ્યા છે. આ હથિયારો રાજસ્થાન કે ગુજરાત બોર્ડર પરથી તેમની પાસે પહોંચ્યા છે.
7 પિસ્તોલ, 4 વોકી-ટોકી અને અન્ય વિસ્ફોટક સામગ્રી મળી
સીસીબીના જણાવ્યા અનુસાર, આ ધરપકડ કરાયેલા શકમંદો પાસેથી 4 વોકી-ટોકી, 7 પિસ્તોલ, દારૂગોળો અને અન્ય વિસ્ફોટક સામગ્રી અને હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. તેનો મોબાઈલ ફોન સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. હાલ સીસીબી તમામ શકમંદોની ઉંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે. પોલીસે આ મામલે FIR નોંધી છે.
COMMENTS