Alert News:ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે જ મોસમનો સરેરાશ 22 ટકાથી વધુ વરસાદ વરસ્યો

HomeGujarat

Alert News:ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે જ મોસમનો સરેરાશ 22 ટકાથી વધુ વરસાદ વરસ્યો

 ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે રાજ્યના અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદના પગલે મચ્છુ અને ભાદર-

દિવા તળે અંધારું: ગાંધીનગરમાં વક્ફ બોર્ડની ઓફિસ નજીક કાર્યરત બયતુલ માલ ટ્રસ્ટમાં નાણાકીય ગેરરિતીઓ, વહીવટદાર નિમાયા, ફેરફાર રિપોર્ટ નામંજુર, તપાસના આદેશ
સુરત BRTSમાં અક્સ્માતોને લઈ મહાનગરપાલિકાએ બનાવી ઝીરો એક્સિડન્ટ પોલિસી, ડ્રાઈવર સહિત ઈજારદારનું હવેથી આવી બનશે…
ગુજરાતમાં મિશ્ર ઋતુની આગાહીઃ ઠંડીનું જોર ઘટ્યુંઃ આકાશ અંશતઃ વાદળછાયું રહેશે

 ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે રાજ્યના અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદના પગલે મચ્છુ અને ભાદર-૨ના દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ સાથે જ ચોમાસાના પ્રારંભે જ ગુજરાતમાં સરેરાશ ૨૨ ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ કચ્છમાં વરસ્યો છે.
દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો હતો. જેમાં જૂનાગઢ શહેરમાં ૧૦ ઈંચ, ગિરનાર પર્વત પર ૧૨ ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા હતા, તેમજ નદી નાળા અને ઝરણાં વહેતા થયા હતા. જૂનાગઢમાં વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાયા હતા.

બીજી તરફ સુરેન્દ્રનગરના ચોટીલામાં ૨૪ કલાકમાં ૫ ઈંચ વરસાદ વરસતા ચોટીલા ડુંગર પરથી વરસાદી પાણી વહેતા થયા હતા. જ્યારે લખતર અને સાયલામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે મોરબીના મચ્છુ-૩ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા અને હેઠવાસના ૨૦ ગામોને ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ ચોમાસાના પ્રારંભે જ રાજ્યમાં સરેરાશ ૨૨.૯૦ ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં ૭૬.૮૦ ટકા વરસાદ વરસ્યો હતો.

તાપી, અરવલ્લી, અંબાજીમાં મેઘરાજાની પધરામણી તાપી જિલ્લામાં ગુરુવારની મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો, જ્યારે ૨૪ કલાકમાં વ્યારામાં ૮ ઈંચ, વાલોડમાં ૯ ઈંચ, ડોવલણમાં ૭ અને સોનગઢમાં ૫ ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેના પગલે ઉકાઈ ડેમની સપાટી ૩૦૮.૪૫ ફૂટ પર પહોંચી ગઈ હતી.

આ ઉપરાંત તાપીના સોનગઢનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો હતો. તેમજ ચોમાસાના પ્રારંભે જ ડેમ ઓવરફ્લો થતા ૧૦ ગામોને એલર્ટ આપવામાં આવ્યું હતું. આ સાથે જ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને ધનસુરા અને બાયડમાં ચાર ઈંચ, માલપુરમાં બે અને મોડાસામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા હતા. અંબાજી પંથકમાં પણ મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી.

સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી પાસેનો ભાદર-૨ ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો હોવાથી ભયજનક સપાટીએ ઓવરરફલો થઈ રહ્યો છે. આથી ડેમના ૬ દરવાજા ૫ ફૂટે ખોલવામાં આવ્યા હતા. આ સાથે ડેમમાંથી ૩૮૬૭૪ કયુસેક પાણી છોડવામાં આવતા ડેમના હેઠવાસમાં ગામોને એલર્ટ કર્યા હતા.

ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવાવદર અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0