બે હજાર નોટો હવે સાત ઓક્ટોબર સુધી બદલી શકાશે, લગભગ 24,000 કરોડ રૃપિયાની નોટો હજુ પણ બજારમાં

HomeCountryBusiness

બે હજાર નોટો હવે સાત ઓક્ટોબર સુધી બદલી શકાશે, લગભગ 24,000 કરોડ રૃપિયાની નોટો હજુ પણ બજારમાં

બે હજાર રૂપિયાની નોટો બદલવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ નક્કી કરવામાં આવી હતી જેમાં હવે આરબીઆઈ લોકોને થોડી રાહત આપી સમયગાળાને વધાર્યો છે. આરબીઆઈ

નેપાળમાં મનંગ એરનું હેલિકોપ્ટર ક્રેશ થયું, હેલિકોપ્ટરમાં સવાર તમામ છ લોકોનાં મોત
છત્તીસગઢમાં સાંઈમંત્રી મંડળનું વિસ્તરણઃ 9 ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ
મેટા પ્લેટફોર્મ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર 33 અમેરિકી રાજ્યોએ દાખલ કર્યો કેસ

બે હજાર રૂપિયાની નોટો બદલવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ નક્કી કરવામાં આવી હતી જેમાં હવે આરબીઆઈ લોકોને થોડી રાહત આપી સમયગાળાને વધાર્યો છે. આરબીઆઈએ ૨,૦૦૦ રૂપિયાની નોટો બદલવાની અંતિમ તારીખ ૦૭ ઑક્ટોબર ૨૦૨૩ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. તમારી પાસે પડેલી ૨૦૦૦ રૂપિયાની નોટો શક્ય તેટલી વહેલી તકે નજીકની બેંકમાં બદલો. આરબીઆઈએ ૧૯ મે, ૨૦૨૩ માં ૨૦૦૦ રૂપિયાની નોટને સર્ક્‌યુલેશનથી બહાર કરી હતી. તેમજ માર્કેટમાં ફરતી આ નોટને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ પહેલા બેંકમાં જમા કરાવવાની સુચના આપી હતી. જેમાં હવે સાત દિવસનો વધારો કર્યો છે.

વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન દેશમાં ૨૦૦૦ની નોટ સૌથી વધુ પ્રચલિત હતી. આ દરમિયાન બજારમાં ૨૦૦૦ની ૩૩,૬૩૦ લાખ નોટો ચલણમાં હતી. તેમની કુલ કિંમત ૬.૭૨ લાખ કરોડ રૂપિયા હતી. ૨૦૨૧માં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં માહિતી આપી હતી કે, છેલ્લા બે વર્ષથી ૨૦૦૦ રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બર ૨૦૧૬એ દેશમાં નોટબંધીનું એલાન કર્યુ હતુ ત્યારે ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ ચલણમાં રદ કરી દેવાઈ હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ખૂબ હાહાકાર મચી ગયો હતો, પરંતુ બાદમાં નવી નોટ કરન્સી માર્કેટનો ભાગ બની.

સરકારે ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ની નોટ લોન્ચ કરી હતી પરંતુ હવે આમાંથી ૨ હજારની નોટ પાછી મંગાવવામાં આવી છે, નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી બાદ આગામી અમુક મહિનાઓ સુધી દેશમાં ખૂબ અફરાતફરીનો માહોલ બની રહ્યો હતો. લોકોને જૂની નોટ જમા કરાવવા અને નવી નોટ મેળવવા માટે બેન્કોમાં લાંબી લાઈનોમાં ઊભુ રહેવુ પડ્યુ હતું.

આરબીઆઈએ કહ્યું હતું કે ર૦૦૦ રૃપિયાની નોટ જારી કરવાનો હેતુ સિદ્ધ થઈ ગયો છે તેથી આ નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી તે જ સમયે ઓગસ્ટ ર૦ર૩ સુધીમાં ર૦૦૦ રૃપિયાની ૯૩ ટકા નોટ પાછી આવી ગઈ છે. આરબીઆઈ એ ૧૯ મે ર૦ર૩ ના રૃા. ર૦૦૦ ની નોટોનું ચલણ બંધ કરીને બેંકોમાં પરત લાવવાની જાહેરાત કરી હતી. સેન્ટ્રલ બેંક અનુસાર ૩૧ માર્ચ ર૦ર૩ સુધીમાં ર૦૦૦ રૃપિયાની કુલ ૩.૬ર લાખ કરોડ રૃપિયાની નોટ ચલણમાં હતી, જે ૧૯ મે સુધીમાં ઘટીને ૩.પ૬ લાખ કરોડ રૃપિયા થઈ ગઈ હતી. હાલમાં ૧ સપ્ટેમ્બર ર૦ર૩ ના જાહેર કરાયેલા આંકડા અનુસાર કુલ ૩.૩ર લાખ કરોડના મૂલ્યની રૃા. ર૦૦૦ ની નોટો બેંકીંગ સિસ્ટમમાં પાછી આવી હતી. આવી સ્થિતિમાં સપ્ટેમ્બરની શરૃઆત સુધીમાં ર૦૦૦ રૃપિયાની કુલ ૯પ ટકા નોટો બેંકીંગ સિસ્ટમમાં આવી ચૂકી છે. આ પછી પણ લગભગ ર૪,૦૦૦ કરોડ રૃપિયાની નોટો હજુ પણ બજારમાં છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0