સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેંસલો આપતા કહ્યું છે કે અમાન્ય અને ગેરકાયદે લગ્નોથી જન્મેલા બાળકોને પણ તેમના માતા-પિતાની પૈતૃક સંપત્તિ (હિંદુ સંયુક્ત કુટુંબ
સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેંસલો આપતા કહ્યું છે કે અમાન્ય અને ગેરકાયદે લગ્નોથી જન્મેલા બાળકોને પણ તેમના માતા-પિતાની પૈતૃક સંપત્તિ (હિંદુ સંયુક્ત કુટુંબની મિલકતમાં માતા-પિતાનો હિસ્સો)માં હક મળશે. સુપ્રીમ કોર્ટે નવી વ્યવસ્થા પ્રમાણે કહ્યું કે આવા બાળકોને પણ કાયદેસરના વારસદારોની સાથે હિસ્સો મળવો જોઈએ. આ રીતે હિંદુ લગ્ન અધિનિયમની કલમ 16(3) નો વ્યાપ વિસ્તારવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એક કેસનો નિકાલ કર્યો અને ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે આ મહત્વનો ચુકાદો આપ્યો છે.
એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે ગેરકાયદેસર અથવા રદબાતલ લગ્નથી જન્મેલા બાળકો તેમના મૃત માતા-પિતાની પૈતૃક સંપત્તિમાં ભાગ લેવા માટે હકદાર છે. જો કે આવા બાળકો તેમના માતા-પિતા સિવાયની અન્ય કોઈ મિલકત માટે હકદાર નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય હિંદુ મિતાક્ષર કાયદા દ્વારા સંચાલિત હિંદુ સંયુક્ત પરિવારની મિલકતોને જ લાગુ પડશે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની 3 ન્યાયાધીશોની બેંચ રેવણસિદ્દપ્પા વિ મલ્લિકાર્જુન (2011)માં બે જજની બેન્ચના નિર્ણય સામેના કેસની સુનાવણી કરી રહી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે રદબાતલ/અમાન્ય લગ્નથી જન્મેલા બાળકો તેમના માતા-પિતાની મિલકતનો વારસો મેળવવા માટે હકદાર છે, પછી ભલે તે સ્વ ઉપાર્જિત હોય કે વડીલોની વારસામાં મળેલી મિલકત હોય. કોર્ટે કહ્યું છે કે અમાન્ય લગ્નથી જન્મેલા બાળકો તેમના માતા પિતા અને વડીલોની મિલકત માટે હકદાર છે.
COMMENTS