અમેરિકામાં જાહેરમાં ગોળીબારની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે અને રોજબરોજ કોઈને કોઈ સ્કૂલમાં કે જાહેર સ્થળોએ ગોળીબારની ઘટના બને છે, ત્યારે હવે યુવાનો પર નવા
અમેરિકામાં જાહેરમાં ગોળીબારની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે અને રોજબરોજ કોઈને કોઈ સ્કૂલમાં કે જાહેર સ્થળોએ ગોળીબારની ઘટના બને છે, ત્યારે હવે યુવાનો પર નવા બંદૂક કાયદામાં પ૦૦ થી વધુ પ્રકારના હથિયારો ખરીદવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ગોળીબારની ઘટનાઓમાં વધારો થયો છે અને આવી ઘટનાઓમાં ઘણાં લોકોના જીવ ગયા છે તેમજ શાળાઓમાં ગોળીબારની ઘટના પણ બની છે ત્યારે હવે એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે ગઈકાલે જણાવ્યું હતું કે, નવા બંદૂક કાયદામાં યુવાનો પ૦૦ થી વધુ પ્રકારના હથિયારો ખરીદી શકશે નહીં. આ નવા કાયદા પ્રમાણે હવે કેલિફોર્નિયામાં બંદૂકના માલિકો પાસે હવે એમ્યુઝમેન્ટ પાર્ક, મ્યુઝિયમ, ચર્ચ, બેંક તેમજ જાહેર ઉદ્યાનો કે અન્ય સ્થળોએ તેમની સાથે હથિયારો લઈને જઈ શકશે નહીં, ભલે તેમની પાસે છૂપાઈને લઈ જવાની પરમિટ હોય.
આ પ્રતિબંધો આ અઠવાડિયે અમલમાં આવેલા રાજ્ય કાયદાનો ભાગ છે અને આ કાયદો તેમના માટે પણ લાગુ પડે છે જેઓ પહેલાથી જ અદાલતોમાં તપાસનો સામનો કરી રહ્યા છે. જૂન ર૦રર માં પસાર કરવામાં આવેલા બંદૂક કાયદો દાયકોમાં સૌથી વ્યાપક કાયદો તરીકે કહેવામાં આવ્યો હતો, જેમાં ર૧ વર્ષ કરતા ઓલી ઉંમરના લોકો દ્વારા કઈપણ બંદૂકની ખરીદી માટે વધારાની તપાસની જોગવાઈઓ હતી. અમેરિકન પ્રમુખ જો બાયડેને આની પ્રશંસા કરતા તેને એક મહત્ત્વપૂર્ણ સીમાચિન્હરૂપ ગણાવતા કહ્યું હતું કે, સરળ શબ્દોમાં કહીએ તો કાયદો જીવન બચાવી રહ્યો છે.
COMMENTS