ઈતિહાસ રચાયો: ઈસરોનાં આદિત્ય એલ-1એ સૂર્યનાં બારણે કર્યા ટકોરા,PM મોદીએ આપ્યા અભિનદંન

HomeCountryScience

ઈતિહાસ રચાયો: ઈસરોનાં આદિત્ય એલ-1એ સૂર્યનાં બારણે કર્યા ટકોરા,PM મોદીએ આપ્યા અભિનદંન

ચંદ્ર ઉપર ઉતર્યા પછી આજે ભારત વધુ એક ઈતિહાસ રચ્યો છે. સૂર્ય મિશન પર નીકળેલું ઈસરોનું આદિત્ય એલ-1 શનિવાર સાંજે ચાર વાગ્યે લૈંગ્રેંજ પોઈન્ટ-1 (એલ1) પર

NCPના અસલી બોસ કોણ છે? ચૂંટણી પંચે શરદ પવાર પાસે પુરાવા માંગ્યા, જવાબ આપવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો
જમ્મૂ-કાશ્મીર: પૂંચમાં માર્યા ગયેલ આતંકવાદીની ઓળખ હિઝબુલ કમાન્ડર તરીકે થઈ
બંગાળ પંચાયત ચૂંટણી : TMCએ 14000 થી વધુ બેઠકો જીતી, 3344 બેઠકો સાથે ભાજપ બીજા સ્થાને

ચંદ્ર ઉપર ઉતર્યા પછી આજે ભારત વધુ એક ઈતિહાસ રચ્યો છે. સૂર્ય મિશન પર નીકળેલું ઈસરોનું આદિત્ય એલ-1 શનિવાર સાંજે ચાર વાગ્યે લૈંગ્રેંજ પોઈન્ટ-1 (એલ1) પર પહોંચવાની સાથે અંતિમ કક્ષામાં સ્થાપિત થઈ ગયું. અહીં આદિત્ય બે વર્ષ સુધી સૂર્યનો અભ્યાસ કરશે અને મહત્ત્વપૂર્ણ આંકડા ભેગા કરશે. ભારતના આ પહેલા સૂર્ય અધ્યયન અભિયાનને ઈસરોએ બીજી સપ્ટેમ્બરે લોન્ચ કર્યું હતું.વડાપ્રધાન મોદીએ ઈસરોનાં તમામ વૈજ્ઞાનિકોને આ સિદ્વી બદલ અભિનદંન પાઠવ્યા છે. સાથો સાથ દેશભરમાંથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

એલ-1 પોઈન્ટની આસપાસના વિસ્તારને હેલો ઓબિંટના રૂપમાં ઓળખવામાં આવે છે, જે સૂર્ય-પૃથ્વી પ્રણાલી વચ્ચે હાજર પાંચ સ્થળમાંથી એક છે. જ્યાં બન્ને પિંડોનું ગુરુત્વાકર્ષણ પ્રભાવ વચ્ચે સામ્યતા છે. આ તે સ્થળ છે, જ્યાં બન્ને પિંડોના ગુરુત્વ શક્તિ એક બીજા પ્રત્યે સંતુલન બનાવે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે આ પાંચ સ્થળો પર સ્થિરતા મળે છે. જેનાથી અહીં હાજર વસ્તુ સૂર્ય અથવા પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં ફસાતી નથી.

એલ-1 બિંદુ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે. આ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના કુલ અંતરનું માત્ર એક ટકા છે. બન્ને ગ્રહોનું કુલ અંતર 14.96 કરોડ કિલોમીટર છે. ઈસરોના એક વૈજ્ઞાનિક અનુસાર હેલો ઓબિંટ સૂર્યની તરફ પૃથ્વીના ફરવાની સાથે સાથે ફરશે.

આદિત્ય એલ-1 પંદર લાખ કિ.મી.ની લાંબી મુસાફરીના છેલ્લા તબક્કામાં પહોંચી ગયું છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આદિત્ય શનિવારે સાંજે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચશે. થ્રસ્ટર્સની મદદથી, આદિત્ય એલ-1 ને પરભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. જેથી સૂર્યને વિવિધ ખૂણાઓથી જોઈ શકાય. એલ-1 પોઈન્ટ પર રહેવાથી તે પૃથ્વી સાથે સતત સંપર્કમાં રહેશે તેમ ઈસરો ચીફ એસ.સોમનાથને જણાવ્યું હતું.

શુક્રવારે આદિત્ય એલ-1 એ અવકાશમાં મુસાફરીના 126 દિવસ પૂરા કર્યા છે. આદિત્યએ તેની સફર શરૂ કર્યાના 16 દિવસ પછી 18 સપ્ટેમ્બરથી વૈજ્ઞાનિક ડેટા એકત્ર કરવાનું અને સૂર્યની ઈમેજિંગ કરવાનું શરૂ કર્યું. વૈજ્ઞાનિકોએ અત્યાર સુધી એલ-1 માંથી ઉચ્ચ ઊર્જા ધરાવતી એક્સ-રે, સૌર જવાળાઓની સંપૂર્ણ સોલાર ડિસ્ક ઈમેજ મેળવી છે. પીએપીએ અને એએસપીઈએક્સના સોલાર વિન્ડ આયન સ્પેક્ટ્રોમીટર સહિત ચાર સાધનો હાલમાં સક્રિય છે અને સારી રીતે કાર્ય કરી રહ્યા છે. હેલો ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી સ્યુટ પેલોડ પહેલા સક્રિય થશે.

આદિત્ય પર સાત વૈજ્ઞાનિક પ્રેલોડ તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં વિઝિબલ એમિશન લાઈન કોરોનાગ્રાફ, સોલર અલ્ટ્રાવાયોલેટ ઈમેજિંગ ટેલિસ્કોપ, સોલર લો એનર્જી એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (સોલેક્સરા), હાઈ-એનર્જી એલ-1 ઓબિંટિંગ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (હેલ્યસ) નો સમાવેશ થાય છે. જે સૂર્યને સીધો ટ્રેક કરે છે. ત્રણ ઈન-સીટુ (ઓન-સાઈટ) માપન સાધનો છે. જેમાં આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ (એએસપીઈએક્સ), આદિત્ય (પીએપીએ) માટે પ્લાઝમા એનાલિસ્ટ પેકેજ અને એડવાન્સ્ડ થ્રી ડાયમેન્શનલ હાઈ રિઝોલ્યુશન ડિજિટલ મેગ્નેટોમીટર (એટીએચઆરડીએમ) નો સમાવેશ થાય છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0