કપિલ સિબ્બલ I.N.D.I.A ગઠબંધનની મુંબઈમાં આયોજિત બેઠકમાં પહોંચ્યા ત્યારે વિવાદની સ્થિતિ સર્જાઈ હતી. હોટેલ ગ્રાન્ડ હયાતની લોબીમાં ભારે હોબાળો મચી ગયો હત
કપિલ સિબ્બલ I.N.D.I.A ગઠબંધનની મુંબઈમાં આયોજિત બેઠકમાં પહોંચ્યા ત્યારે વિવાદની સ્થિતિ સર્જાઈ હતી. હોટેલ ગ્રાન્ડ હયાતની લોબીમાં ભારે હોબાળો મચી ગયો હતો. શિવસેના (UBT) સાંસદ સંજય રાઉત જ્યારે સિબ્બલ લોબીમાં પ્રવેશ્યા ત્યારે આગળ ચાલી રહ્યા હતા. આ સિવાય કોરિડોરમાં અનેક નેતાઓ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ અને ત્યાં હાજર અન્ય નેતાઓ કપિલ સિબ્બલને જોઈને ચોંકી ગયા હતા.
ચવ્હાણે પણ રાઉતને કંઈક કહ્યું. આ દરમિયાન સિબ્બલ તમામ નેતાઓને પાર કરીને આગળ વધ્યા. આમંત્રિત નેતાઓની યાદીમાં સિબ્બલનું નામ સામેલ ન હોવાથી મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ સિબ્બલ સાથે વાત કરી ન હતી. જ્યારે સિબ્બલ અંદર પહોંચ્યા તો તેઓ NCP નેતા સુપ્રિયા સુલેને મળ્યા હતા.
I.N.D.I.A એલાયન્સની બેઠકમાં કપિલ સિબ્બલના આવવાના સમાચાર નેતાઓમાં ઝડપથી ફેલાઈ ગયા હતા. જ્યારે કપિલ સિબ્બલ અંદર પહોંચ્યા, તે સમયે ગઠબંધન પક્ષોના નેતાઓ ફોટો સેશન માટે ભેગા થઈ રહ્યા હતા. જ્યારે સિબ્બલ ફોટો સેશન પહેલા I.N.D.I.A એલાયન્સની બેઠકમાં પહોંચ્યા ત્યારે બધા એકદમ ચોંકી ગયા હતા.

સૂત્રોનું માનીએ તો કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે I.N.D.I.A એલાયન્સની બેઠકના આયોજક ઉદ્ધવ ઠાકરે સામે નારાજગી વ્યક્ત કરી હતી. વેણુગોપાલના વાંધા બાદ અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે અને ફારુક અબ્દુલ્લાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી મામલો રાહુલ ગાંધી સુધી પહોંચ્યો હતો. રાહુલ ગાંધીએ વેગુગોપાલને કહ્યું કે તેમને કોઈ સમસ્યા નથી. આ પછી કોંગ્રેસના પૂર્વ નેતા કપિલ સિબ્બલ ફોટો સેશનમાં જોડાયા હતા.
ફોટો સેશન દરમિયાન, કોંગ્રેસના ઘણા નેતાઓ નાખુશ દેખાતા હતા કારણ કે સિબ્બલને સ્થાન આપવામાં આવ્યું હતું. તેમની નારાજગી I.N.D.I.A એલાયન્સના આયોજક ઉદ્ધવ ઠાકરે સાથે હતી. હજુ એ સ્પષ્ટ નથી થયું કે સિબ્બલ કોના આમંત્રણ પર ગઠબંધનની બેઠકમાં પહોંચ્યા હતા.


COMMENTS