ધોરાજીમાં તાજીયા વીજ તારને અડી જતા 15 લોકોને કરંટ લાગ્યો, બે ના મોત

HomeGujarat

ધોરાજીમાં તાજીયા વીજ તારને અડી જતા 15 લોકોને કરંટ લાગ્યો, બે ના મોત

રાજકોટના ધોરાજીમાં મોહરમના જુલૂસ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો. ધોરાજીમાં તાજીયા ઇલેક્ટ્રિક તારને અડકી જતા 15 લોકોને વીજ કરંટ લાગ્યો છે, જેમાંથી

બે-ત્રણ દિવસના વિરામ બાદ ગુજરાતમાં ફરી ભારે વરસાદની શક્યતા
રાહુલ ગાંધીનો સનસનાટીપૂર્ણ દાવો, ‘મારા ઘરે ઈડી પાડશે દરોડા, હું તેમને ચા-બિસ્કિટ ખવડાવીશ’
“અત્યંત સાવધાની રાખો”: વિદેશ મંત્રાલયે કેનેડામાં ભારતીયો માટે એડવાઈઝરી જારી કરી

રાજકોટના ધોરાજીમાં મોહરમના જુલૂસ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો. ધોરાજીમાં તાજીયા ઇલેક્ટ્રિક તારને અડકી જતા 15 લોકોને વીજ કરંટ લાગ્યો છે, જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. ઘટનાને પગલે મોહરમના જુલૂસમાં ભાગદોડ મચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, ધોરાજીના રસુલપરા વિસ્તાર આજે મોહરમના તહેવાર નિમિતે જુલૂસ કાઢવામાં આવ્યું હતું. એવામાં તાજિયા PGVCL ની ઇલેક્ટ્રિક લાઈનમાં અડી જતાં 15 જેટલા લોકોને કરંટ લાગ્યો છે.

ઘટનાને પગલે નાસભાગ મચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને ધોરાજીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી બે લોકોના મોત નીપજ્યા હોવાની જાણકારી છે. આ અકસ્માતને કારણે આખા શહેરમાં ચકચાર મચી ગઇ છે.

નોંધનીય છે કે, આજે સવારે જ ઝારખંડના બોકારોમાં મોહરમના જુલૂસ દરમિયાન એક મોટી દૂર્ઘટના ઘટી હતી. તાજીયા હાઇટેન્શન લાઇનને અડી જતા કુલ 13 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે 9 લોકોની હાલત ગંભીર છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0