hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevantjojobet

જે.પી. નડ્ડાએ નવી ટીમ કરી જાહેરઃ વસુંધરા રાજે, ડો. રમણસિંહ , રઘુવર દાસ બન્યા રાષ્ટ્રીય ઉપપ્રમુખ

HomeCountryPolitics

જે.પી. નડ્ડાએ નવી ટીમ કરી જાહેરઃ વસુંધરા રાજે, ડો. રમણસિંહ , રઘુવર દાસ બન્યા રાષ્ટ્રીય ઉપપ્રમુખ

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ પોતાની નવી ટીમ જાહેર કરી છે. ૩૮ નામો જાહેર કર્યા છે. જેમાં કેટલાક રાજયોના પૂર્વ મુખ્યમંત્રીઓનો સમાવેશ કરાતા તેન

ફ્રાંસ મુલાકાત: રાહુલ ગાંધીએ કહ્યું, “ભાજપ કોઈપણ ભોગે સત્તા મેળવવા માંગે છે, તેમના કાર્યોમાં હિન્દુ નથી”
લોકસભાની સદસ્યતા બહાલ થયા બાદ રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, ગાંધીજીની પ્રતિમાને નમન કર્યા
ફેમા કેસમાં અનિલ અંબાણી બાદ EDએ પત્ની ટીનાને પણ સમન્સ પાઠવ્યું, પૂછપરછ કરાઈ

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ પોતાની નવી ટીમ જાહેર કરી છે. ૩૮ નામો જાહેર કર્યા છે. જેમાં કેટલાક રાજયોના પૂર્વ મુખ્યમંત્રીઓનો સમાવેશ કરાતા તેને ઘણું જ સૂચક માનવામાં આવે છે. જો કે, આ નવા ફેરફારોમાં ગુજરાતમાંથી કોઈ નવું નામ જાહેર થયું નથી.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે ર૦ર૪ ની લોકસભા ચૂંટણી પહેલા તેમની નવી ટીમની જાહેરાત કરી હતી. કેન્દ્રીય પદાધિકારીઓની યાદીમાં ૩૮ નામ છે. બીએલ સંતોષ સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવ રહેશે. સાથે જ શિવપ્રકાશને રાષ્ટ્રીય સહ સંગઠન મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે.

આ સિવાય પૂર્વ મુખ્યમંત્રીઓ ડો. રમણસિંહ, વસુંધરા રાજે, રઘુવર દાસને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જેને ઘણું જ સાંકેતિક માનવામાં આવે છે. મધ્યપ્રદેશના સૌદાનસિંહને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે કૈલાશ વિજયવર્ગીય અને અરૃણસિંહને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે. રાજેશ અગ્રવાલને ખજાનચી અને નરેશ બંસલને સહ-ખજાનચીની જવાબદારી સોંપવામાં આવી છે.

બીએલ સંતોષનું પૂરૃં નામ બોમ્મારાબેટ્ટ લક્ષ્મીજનાર્દન સંતોષ છે. જે કર્ણાટકના રહેવાસી છે. તે શિવાલ્લી બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. તેણે ઈન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજીમાં એન્જિનિયરિંગ કર્યુ છે. સંતોષ ૧૯૯૩ માં આરએસએસના પૂર્ણકાલીન પ્રચારક બન્યા હતાં.

વર્ષ-ર૦૧૪ માં, તત્કાલિન ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા બી.એલ. સંતોષને દક્ષિણના રાજ્યોનો રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ (સંગઠન) બનાવવામાં આવ્યા હતા. આ પછી ૧પ-જુલાઈ-ર૦૧૯ ના રોજ તેઓ ભાજપમાં મહાસચિવ (સંગઠન) બન્યા. આ વખતે પણ તેમને તેમના પદ પર યથાવત રાખવામાં આવ્યા છે.

પાંચ રાજયોમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે આવી રહેલી ર૦ર૪ ની લોકસભાની ચૂંટણી માટે ભાજપે બરાબરની કમર કસી છે અને નડ્ડાએ આજે ૧૩ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ૮ રાષ્ટ્રીય મહામંત્રી અને ૧૩ સચિવોની નવી નિયુક્તિ કરી છે. આથી જાહેર થયેલી ટીમમાં ગુજરાતમાંથી કોઈનું નામ સમાવાયું નથી.

આંધ્રપ્રદેશના પ્રભારી સુનિલ દેવધરને રાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સીટી રવિ અને દિલીપ સૈકિયાને પણ જનરલ સેક્રેટરી પદેથી હટાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના સાંસદ અને પૂર્વ સહ ખજાનચીને હટાવીને તેમની જગ્યાએ નરેશ બંસલને કો-ટ્રેઝરર બનાવવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય સચિવ તરીકે જે.પી. નડ્ડાએ વિજયા રાહટકર (મહારાષ્ટ્ર), સત્યાકુમાર (આંધ્રપ્રદેશ), અરવિંદ મેનન (દિલ્હી), પંકજા મુંડે (મહારાષ્ટ્ર), ડો. નરેન્દ્રસિંહ રૈના (પંજાબ), અલ્કા ગુર્જર (રાજસ્થાન), અનુપમ હાજરા (પશ્ચિમ બંગાળ), ઓમપ્રકાશ ધુર્વે (મધ્યપ્રદેશ), ઋતુરાજ સિન્હા (બિહાર), આશા લાકડા (ઝારખંડ), કામખ્યા પ્રસાદ તાસા, સાંસદ (આસામ), સુરેન્દ્રસિંહ નાગર, સાંસદ (ઉત્તરપ્રદેશ) અને અનિલ એંટોની (કેરળ) ની નિમણૂક કરી છે, જ્યારે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે રમણસિંહ (છત્તીસગઢ), વસુંધરા રાજે (રાજસ્થાન), રઘુવરદાસ (ઝારખંડ), સૌદાન (મધ્યપ્રદેશ), બૈજયંત પાંડા (ઓડિશા), સરોજ પાંડે (છત્તીસગઢ), રેખા વર્મા (ઉત્તરપ્રદેશ), ડીકે અરૃણા (તેલંગણા), એમ ચૌબા એઓ (નાગાલેન્ડ), અબ્દુલ્લા કુટ્ટી (કેરળ), લક્ષ્મીકાન્ત વાજપાયી (ઉત્તરપ્રદેશ), લતા ઉસેંડી (છત્તીસગઢ) અને તારિક મંસૂર (ઉત્તરપ્રદેશ) પર પસંદગી ઉતારી છે.

રાષ્ટ્રીય મહામંત્રી તરીકે તેમણે અરૃણસિંહ (ઉત્તરપ્રદેશ), કૈલાસ વિજયવર્ગીય (મધ્યપ્રદેશ), દુષ્યંતકુમાર ગૌતમ (દિલ્હી), તરૃણ ચુગ (પંજાબ), વિનોદ તાવડે (મહારાષ્ટ્ર), સુનિલ બંસલ (રાજસ્થાન), સંજય બંદી (તેલંગણા) અને રાધામોહન અગ્રવાલ (ઉત્તરપ્રદેશ) ની નિમણૂક કરી છે, ટીમમાં કેટલાક જૂના ચહેરા પણ જોવા મળી રહ્યાં છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0